બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / lokshabha election 2024 bjp first list with 120 candidates

Lok Sabha Election 2024 / ભાજપના પ્રથમ લિસ્ટમાં હોઇ શકે છે 120 ઉમેદવારો, અનેક દિગ્ગજોના કપાઇ શકે છે પત્તાં

Arohi

Last Updated: 08:05 AM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lokshabha Election 2024: BJPએ લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી લિસ્ટ તૈયાર કરી લીધી છે. આ લિસ્ટમાં 120થી 140 કેન્ડિડેટના નામ હોઈ શકે છે. BJPની પહેલી લિસ્ટમાં પાર્ટીના મોટા નેતાઓના નામ શામેલ હશે. ત્યાં જ અમુક મંત્રીઓની ટિકિટ કટ પણ થઈ શકે છે.

BJPની કેન્દ્રીય સિલેક્સન કમિટીએ ગુરૂવારે રાત્રથી શુક્રવાર સવાર સુધી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી. હવે BJP ઉમેદવારોની પહેલી લિસ્ટને ફાઈનલ કરી રહી છે. જેને ટૂંક સમયમાં જ જાહેર કરી દેવામાં આવશે. BJPના એક નેતા અનુસાર ચૂંટણી કમિટીની બેઠકમાં મોટી સંખ્યામાં સીટો નક્કી કરી લેવામાં આવી છે. કેન્ડિડેટની પહેલી લિસ્ટ મોટી હશે. માનવામાં આવી રહ્યું છે કે પહેલી લિસ્ટમાં 120થી 140 સુધી ઉમેદવારોના નામ હોઈ શકે છે. 

પહેલી લિસ્ટમાં સીનિયર નેતાઓના હશે નામ 
સૂત્રો અનુસાર પહેલી લિસ્ટમાં BJPના ઘણા સીનિયર નેતાઓના નામ હોઈ શકે છે. સાથે જ ઘણા નવા નામ પણ હશે. BJP આ વખતે મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટ કાપી રહી છે અને તેમાં અમુક મંત્રીઓના નામ પણ શામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમુક સાંસદોએ સીટ બદલવાની રિક્વેસ્ટ કરી હતી અને અમુકની સીટો બદલી પણ નાખવામાં આવી છે. 

BJPના ઘણા સાંસદ જે 70 વર્ષથી વધારે ઉંમરના થઈ ગયા છે તેમને ટિકિટ મળવાની સંભાવના ઓછી છે. તેમાં અમુક મંત્રી પણ શામેલ છે. બીજેપીએ પહેલા જ પોતાના અમુક રાજ્યસભા સાંસદો પાસે તેમની પસંદગીની ત્રણ સીટોની લિસ્ટ માંગી હતી. ઉમેદવારોની લિસ્ટમાં રાજ્યસભા સાંસદોના પણ નામ હશે જે હવે ચૂંટણી લડશે. 

દરેક સીટ પર કરાવવામાં આવ્યો સર્વે 
બીજેપી કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક ગુરૂવારે રાત્રે 11 વાગ્યે શરૂ થઈ અને શુક્રવારે સવારે સાડા ત્રણ વાગ્યા સુધી ચાલી. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત પાર્ટીના સીનિયર નેતા અને યુપી, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ગોવાના મુખ્યમંત્રી પણ શામેલ થયા. 

બીજેપીના એક નેતા અનુસાર દરેક સીટ પર પાર્ટીએ સર્વે કરાવ્યા છે. સાથે જ જ્યાં પાર્ટીના સાંસદ છે તેમનો રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરાવ્યો છે. અલગ અલગ રીતે સાંસદોનો ફીડબેક લીધો છે. સર્વેમાં જે ત્રણ નામ સૌથી ઉપર આવ્યા છે તેમના પર રાજ્યની ચૂંટણી કમિટીએ વિચાર કર્યો અને ફરી ચર્ચા બાદ રાજ્યની ટીમ કેન્દ્રીય ચૂંટણી સમિતિની પાસે નામ લઈને આવી. 

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા હવાબાજી કરતાં નેતાઓને ટકોર! ચૂંટણી આયોગે કહ્યું પ્રૂફ વગર નિવેદનો ન આપશો

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી એવી સીટો પણ છે જ્યાં વધારે વિચાર કરવાની જરૂર નથી પડી કારણ કે તે સીટો પર એક જ નામ હતું અને તે નામ ત્યાં ફાઈનલ થશે. બીજેપીએ આ વખતે લોકસભા ચૂંટણીમાં BJP માટે 370 સીટો અને NDA માટે 400થી વધારે સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ