બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Loksabha MP jasbir gill introduced bill to prevent wasteful expansions during weddings

લોકસભા / લગ્નમાં હોવા જોઈએ માત્ર 100 મહેમાન અને 10 જ વ્યંજન: સંસદમાં બિલ લઈને આવ્યા કોંગ્રેસના આ નેતા, ચાંદલો 2500 રૂપિયા

Vaidehi

Last Updated: 06:20 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં કોંગ્રેસનાં MPએ, લગ્નમાં થતાં નકામા ખર્ચને અટકાવવા માટેનાં એક અનોખા બિલની રજૂઆત કરી. જે લગ્નપ્રસંગે વધુમાં વધુ 100 મહેમાનોની મર્યાદાની માંગ કરે છે.

  • લોકસભામાં કોંગ્રેસ MP એ રજૂ કર્યું નવું બિલ
  • લગ્ન પ્રસંગે થતાં નકામા ખર્ચાને અટકાવવાની બિલમાં માંગ
  • મહેમાનો, વાનગીઓ અને ગિફ્ટનો આંકડો મર્યાદિત કરવાની માંગ

પંજાબ કોંગ્રેસનાં MP જસબીર સિંહ ગીલે લોકસભામાં ખાસ પ્રસંગો પર નકામા ખર્ચ અટકાવવા અંગેનું પ્રાઈવેટ મેંમબર્સ બિલ લઈને આવ્યાં હતાં. આ બિલ અનુસાર લગ્નમાં વધુમાં વધુ 100 મહેમાનો અને 10 વાનગીઓની મર્યાદા નક્કી કરવાની માંગ કરે છે. આ સિવાય ચાંદલા કે ગિફ્ટ નિમિત્તે વધુમાં વધુ 2500 રૂપિયાનો ખર્ચ કરવાની માંગ કરે છે. MP જસબીર સિંહે કહ્યું હતું કે આ બિલ જાતિગત્ત ગુણોત્તર સુધારવામાં પણ મદદ કરશે.

લગ્ન પ્રસંગે નકામા ખર્ચાઓને અટકાવતું બિલ
લોકસભામાં શુક્રવારે, ખાસ પ્રસંગો પર થતાં નકામા ખર્ચને લઈને બિલની રજૂઆત કરવામાં આવી. આ બિલમાં લગ્નપ્રસંગે મહેમાનોની સંખ્યા, વાનગીઓ પર અને  ગિફ્ટ્સ પર થતો ખર્ચ મર્યાદિત કરવાની માંગ ઊઠાવવામાં આવી હતી.  પ્રાઈવેટ મેમ્બર્સ બિલ કે જેને ‘Prevention of Wasteful Expenditure on Special Occasions Bill, 2020’ તરીકે ઓળખવામાં આવે છે તેને સૌથી પહેલાં જાન્યુઆરી 2020માં કોંગ્રેસ MP જસબીર સિંહ ગીલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

સ્ત્રીભ્રૂણ હત્યાને પણ અટકાવી શકાશે
ગિલે કહ્યું કે મોંઘી ગિફ્ટનાં બદલે, જરૂરિયાતમંદો, NGO, અનાથોને ડોનેશન આપવું જોઈએ. તેમણે આગળ જણાવ્યું કે આ બિલ એવા નકામા ખર્ચનાં અંતની માંગ કરે છે કે જે દુલ્હનનાં પરિવાર પર આર્થિક ભારણરૂપ બનતાં હોય. તેમણે કહ્યું કે ગ્રાંડ લગ્ન પાછળ લોકોએ પોતાની પ્રોપર્ટી કે પ્લોટ વેંચવાં પડે છે અથવા તો લોન લેવી પડે છે. આ બિલ બાદ છોકરીઓને બોજરૂપ નહીં માનવામાં આવે જેના લીધે લાંબાગાળે સ્ત્રીભ્રૂણ હત્યામાં ઘટાડો થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ