બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Lok Sabha-Vidhansabha elections were held together four times in India: Congress got a bumper advantage, know what were the results

One Nation One election / ભારતમાં ચાર વખત એકસાથે થઈ હતી લોકસભા-વિધાનસભાની ચૂંટણી: કોંગ્રેસને થયો હતો બમ્પર ફાયદો, જાણો કેવા હતા પરિણામ

Megha

Last Updated: 02:08 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

One Nation One Election: ભારતમાં અત્યાર સુધીમાં ચાર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ છે, તે દરમિયાન કેવા પ્રકારના પરિણામો જોવા મળ્યા અને કયા પક્ષને ફાયદો થયો જાણો

  • વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરી 
  • અત્યાર સુધીમાં ચાર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ
  • તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો બમ્પર વિજય થયો હતો

One Nation One Election: કેન્દ્ર સરકારે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાની દિશામાં પગલું ભર્યું છે અને કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટ બાદ સર્વત્ર 'વન નેશન વન ઈલેક્શન'ની ચર્ચા છે. મોદી સરકારે સપ્ટેમ્બર મહિનામાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને એ સાથે જ વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. જો કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની આ ફોર્મ્યુલા નવી નથી, જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે પણ કઇંક આવું જ થતું હતું. 

જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં ચાર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ છે.આવો જાણીએ કે તે દરમિયાન કેવા પ્રકારના પરિણામો જોવા મળ્યા અને કયા પક્ષને ફાયદો થયો.

દેશમાં એક સાથે કેટલી વખત ચૂંટણીઓ યોજાઈ?
ભારતને 1947માં આઝાદી મળી અને દેશમાં પ્રથમ વખત 1951-52માં ચૂંટણી યોજાઈ. આઝાદી પછી પ્રથમ ચાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. 1952, 1957, 1961 અને 1967માં એકસાથે ચૂંટણીઓ યોજાઈ હતી. સાથે જ તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસનો બમ્પર વિજય થયો હતો. કેન્દ્ર સિવાય મોટાભાગના રાજ્યોમાં પણ કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી, કારણ કે તે સમયે તે દેશની એકમાત્ર મુખ્ય પાર્ટી હતી.

1952 લોકસભા ચૂંટણી: કોંગ્રેસ- 364, CPI- 16
1957 લોકસભા ચૂંટણી: કોંગ્રેસ- 371, CPI- 27
1962 લોકસભા ચૂંટણી: કોંગ્રેસ- 361, CPI- 29
1967 લોકસભા ચૂંટણી: કોંગ્રેસ- 283, SWA- 44

જો કે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની આ પ્રક્રિયા 1967 પછી જ તૂટી ગઈ હતી, જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ હતી. જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી ન મળી, અહીં ગઠબંધન સરકાર બની પણ સરકાર થોડા દિવસો પછી પડી ગઈ. આ કારણે ફરી ચૂંટણીની સ્થિતિ બની આ સિવાય 1971માં લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ હતી, આ જ કારણ હતું કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની પ્રક્રિયાનો અંત આવી ગયો હતો. 

કેન્દ્ર સરકારે ગઈકાલે જ  18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વિશેષ સત્રમાં મોદી સરકાર એક દેશ-એક ચૂંટણીને લઈને બિલ લાવી શકે છે અને ચર્ચા બાદ તેને પાસ કરી શકે છે. આ અટકળો શરૂ થતાની સાથે જ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. જોકે ઘણા વિપક્ષી નેતાઓએ આવા કોઈપણ બિલ લાવવાને ગેરબંધારણીય ગણાવ્યુ હતું. 

જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું ....... 
આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

શું કહ્યું હતું PM મોદીએ ? 
PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.

શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને   વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે.

દેશને એક જ ચૂંટણીની જરૂર છે કે નહીં?
ચૂંટણી એ લોકશાહીનું પ્રથમ પગથિયું છે. પરંતુ ભારત જેવા મોટા દેશમાં એકવાર સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી એ એક મોટો પડકાર છે. દેશમાં દર વર્ષે સરેરાશ એક યા બીજા રાજ્યમાં ચૂંટણી યોજાય છે. સતત ચૂંટણીના કારણે દેશ હંમેશા ચૂંટણી મોડ પર રહે છે. જેના કારણે વહીવટી અને નીતિગત નિર્ણયોને અસર થાય છે. આ ઉપરાંત દેશ પર મોટો આર્થિક બોજ પણ છે. તેને રોકવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો વિચાર લાવવામાં આવ્યો છે.

આ દેશોમાં યોજાય છે એક જ ચૂંટણી

વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં એક જ ચૂંટણીની પરંપરા છે. ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, જર્મની, સ્પેન, હંગેરી, સ્લોવેનિયા, અલ્બેનિયા, પોલેન્ડ, બેલ્જિયમમાં પણ એક વખત ચૂંટણી યોજવાની પરંપરા છે. સ્વીડનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામાન્ય ચૂંટણીઓ, કાઉન્ટી અને મ્યુનિસિપલ ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી.

એક દેશ એક ચૂંટણીના ફાયદા

  • આદર્શ આચારસંહિતાનો વારંવાર અમલ કરવાની જરૂર રહેશે નહીં. નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય. વિકાસના કામોને અસર થશે નહીં. નવા પ્રોજેક્ટની જાહેરાત થોડા સમય માટે જ અટકશે.
  • વારંવાર થતા ભારે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. વારંવારની ચૂંટણીઓથી દેશની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. સરકારી તિજોરી પર કોઈ વધારાનો બોજ નહીં પડે.
  • એકવાર ચૂંટણીઓ યોજાય તો તે કાળા નાણા અને ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવામાં મદદ કરશે. કારણ કે ચૂંટણી વખતે કાળા નાણાનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે.
  • વારંવાર ચૂંટણીઓ યોજીને રાજકારણીઓ અને પક્ષોને સામાજિક એકતા અને શાંતિ ડહોળવાનો મોકો મળે છે. બિનજરૂરી ટેન્શનનું વાતાવરણ સર્જાય છે.
  • એકસાથે ચૂંટણી યોજવાથી સરકારી કર્મચારીઓ અને સુરક્ષા દળોને ચૂંટણી ફરજ પર વારંવાર તૈનાત કરવાની જરૂર નહીં રહે. આ સાથે તેઓ તેમના સોંપાયેલ કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે.


    એક દેશ એક ચૂંટણીના ગેરફાયદા
  • બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પાંચ વર્ષનો સમયગાળો નિશ્ચિત છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા અંગે બંધારણમાં કોઈ ચોક્કસ જોગવાઈ નથી. તેના આધારે એવી દલીલ કરવામાં આવી રહી છે કે એકસાથે ચૂંટણી થવી એ મૂળ ભાવનાની વિરુદ્ધ છે. 
  • એક રાષ્ટ્ર એક ચૂંટણી પોતે એક ખર્ચાળ પ્રક્રિયા છે. કાયદા પંચની વાત માનીએ તો 4,500 કરોડ. જો એકસાથે ચૂંટણી થાય તો 2019માં જ નવા EVM ખરીદવા પડ્યા. 2024માં એકસાથે ચૂંટણી કરાવવા માટે 1751.17 કરોડ રૂપિયા માત્ર EVM પર જ ખર્ચવા પડશે.
  • કેન્દ્ર સરકારને કલમ 356 હેઠળ રાજ્ય સરકારોને વિસર્જન કરવાનો અધિકાર છે. આ અધિકાર હોવા છતાં એક સાથે ચૂંટણીઓ યોજી શકાતી નથી.
  • જો લોકસભા અને વિધાનસભાઓ એકસાથે યોજાય તો કેટલીક વિધાનસભાઓની સામે તેમનો કાર્યકાળ વધારવામાં કે ઘટાડવામાં આવશે, જે રાજ્યોની સ્વાયત્તતાને અસર કરશે.
  • જો ચૂંટણીઓ એકસાથે યોજાય તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે પ્રાદેશિક મુદ્દાઓ નાના થઈ જાય અથવા તેનાથી ઊલટું થાય તેવી શક્યતા વધુ છે. રાષ્ટ્રીય પક્ષોનો વ્યાપ વિસ્તરશે અને પ્રાદેશિક પક્ષોનો વ્યાપ ઘટશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ