બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / વિશ્વ / liz truss set to become uk pm rishi sunak legs behind in polling

BIG NEWS / ટૂંક સમયમાં બ્રિટનને મળશે નવા PM: લિઝ ટ્રસનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી, ભારતવંશી ઋષિ સુનકને લાગી શકે છે ઝટકો

Pravin

Last Updated: 07:56 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનમાં નવા પ્રધાનમંત્રીની સત્તાવાર જાહેરાત સોમવારે થશે, આજે અંતિમ તબક્કાનું ત્યાં મતદાન થઈ રહ્યું છે. તો આવો જાણીએ શું છે તાજેતરની અપડેટ.

  • ટૂંક સમયમાં બ્રિટેનને મળશે નવા પ્રધાનમંત્રી
  • મૂળ ભારતીય ઋષિ સુનક પર ભારે પડ્યા લિઝ ટ્રસ
  • સોમવારે થશે સત્તાવાર જાહેરાત

બ્રિટેનમાં પ્રધાનમંત્રી પદના નિર્ણયની ઘડી નજીક આવતી જાય છે. જબરદસ્ત પ્રચાર અભિયાન છતાં કંઝર્વેટિવ પાર્ટીના સભ્ય આજે અંતિમ ચરણનું મતદાન કર્યું હતું. જો કે, પરિણામની જાહેરાત ઔપચારિક રીતે સોમવારે થશે. પણ વિદેશ મંત્રી લિઝ ટ્રસ ભારતવંશી ઋષિ સુનક પર ભારે પડી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, લિઝ ટ્રસ જ બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બનશે.

સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીના નવા પીએમ ચૂંટાયા બાદ હાલના પ્રધાનમંત્રી બોરિસ જોનસન મહારાની એલિઝાબેથ દ્વિતિયને પોતાનું રાજીનામું સોંપશે. બોરિસ જોનસને પોતાની સરકારની નીતિઓ તથા કૌભાંડો વિરુદ્ધ કેટલાય મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદ ખુદ પીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઓગસ્ટમાં તેમની પાર્ટીના લગભગ 2 લાખ જેટલા સભ્યો અને ઓનલાઈન વોટિંગ શરુ કરી હતી, જે આજે મોડી સાંજે પુરી થશે. મતદાનમાં ટ્રસને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. 

કાંટાળો તાજ હશે પીએમ પદ

જો કે, નવા પીએમ માટે રાજકીય હનીમૂન વધારે લાંબુ નહી ચાલે. કારણ કે બ્રિટિશન પીએમના નિવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચવા પર નવા પીએમને અનેક આર્થિક તથા અન્ય પડકારોનો સામનો કરવો પડી શકે છે. બ્રિટેનમા કેટલાય દાયકાનું ગંભીર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે. મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરી રહ્યું છે. રશિયા તથા યુક્રેન યુદ્ધની વચ્ચે વધેલા ઈંધણના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેના કારણે ફુગાવો દર વધી રહ્યો છે. 



સર્વે અનુસાર, લાખો લોકોનું કહેવુ છે કે, તેમના ખર્ચે હાલના અમુક મહિનામાં 80 ટકા વધી ગયા છે. મોંઘા ઈંધણના કારણે તેમને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લિઝ ટ્રસે ટેક્સ કપાતનું વચન આપ્યું હતું, પણ તેનાથી ગરીબોને લાભ મળવો મુશ્કેલ છે. બ્રિટિશન અખબાર દ સનના જણાવ્યા અનુસાર, ટ્રસને આ શિયાળામાં લોકોને ઈંધણના ખર્ચમાં રાહત આપવાની કસમ ખાધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ