બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LIVE video of Ankleshwar's tractor sinking

બેદરકારી / VIDEO: પાણીમાં આખું ટ્રેક્ટર અદ્રશ્ય થઈ ગયું, બેદરકારીના કારણે અંકલેશ્વરમાં એક વ્યક્તિનું મોત

Khyati

Last Updated: 04:27 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં મેઘો દેધનાધન, વરસાદી માહોલમાં સાવચેતી દાખવીને મુસાફરી કરવી હિતાવહ, નહી તો જીવ ગુમાવવાનો આવી શકે છે વારો

  • અંકલેશ્વરના પીલુદ્રા ગામે ટ્રેકટર તણાયું
  • ટ્રેક્ટર તણાવાનો LIVE વીડિયો આવ્યો સામે
  • ઘટનામાં એકનું મોત, 4નો બચાવ
     

દક્ષિણ ગુજરાતમાં 14 અને 15 જુલાઇ એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક કોઝવે પર પાણી ફરી વળ્યા તો ક્યાંક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  ઘણા ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે.  ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં ગળાડૂબ પાણી ભરાયા હોવા છતાં પણ ટ્રેક્ટર ચાલક લોકોને બેસાડીને તે પાણીમાંથી પસાર થઇ રહ્યો છે. 

ટ્રેક્ટકર ચાલકની બેદરકારી પડી ભારે

અંકલેશ્વરના પીલુદ્રા ગામનો ટ્રેક્ટર તણાવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે સામે પાર એટલુ બધુ પાણી ભરાયુ છે કે જવાની કોઇ હિંમત ન કરે. પરંતુ ટ્રેક્ટર ચાલકે તો હિંમત કરી. તે પોતે એકલો નહીં તેની સાથે અન્ય 4 લોકોને બેસાડીને લઇ ગયો.  ભરપૂર પાણી વચ્ચે ટ્રેક્ટર પસાર તો થઇ રહ્યુ છે પરંતુ જેવુ આગળ ગયુ કે ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઇ ગયું. પાણીનો પ્રવાહ હોવા છતાં પણ ટ્રેક્ટર ચાલકે પાણીમાં ટ્રેક્ટર હંકારી મુક્યુ અને પરિણામ 1નું મોત.  ટ્રેક્ટર ચાલકની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની . જો કે 4 લોકોના જીવ બચાવી લેવાયા છે.

 

વરસાદી માહોલમાં સાવચેત રહો

મહત્વનું છે કે  હાલ વરસાદી માહોલ છે તેવામાં દરિયાકાંઠા નજીક કે પછી પાણી ભરાયા હોય તેવી જગ્યાએ જવાનું ટાળવુ જોઇએ. ક્યાંક ચોમાસાનું આહલાદ્દક માહોલ માણવાની મજા સજામાં પણ ફેરવાઇ શકે છે. તંત્ર દ્વારા પણ અપીલ કરવામાંઆવી રહી છે કે નદીકાંઠાના કે દરિયા કાંઠા નજીક ન જવુ જોઇએ .  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ