બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Live in relationship is not legal yet, one can not demand divorce based on it says HC

દેશ / લિવ ઈન રિલેશનશીપને લગ્ન તરીકે માન્યતા ન આપી શકાય, તલાકની માગ પણ ન થઈ શકે- HC

Vaidehi

Last Updated: 07:47 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટે કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપને અત્યારસુધી કાયદાકીય માન્યતા નથી મળી તેથી છૂટાછેડાની માંગ પણ ન કરી શકાય.

  • હાઈકોર્ટે એક દંપતિની અરજી પર કરી સુનાવણી
  • લિવ-ઈન રિલેશનશિપને કાયદાકીય માન્યતા નથી મળી-કોર્ટ
  • કહ્યું લગ્ન વિના છૂટાછેડાની પણ માંગણી ન કરી શકાય

કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લઈને કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપને લગ્નનાં રૂપમાં માન્યતા ન આપી શકાય. કોર્ટે કહ્યું કે જ્યારે 2 વ્યક્તિ માત્ર એક કરારનાં આધાર પર સાથે રહેવાનો નિર્ણય કરે છે તો તે કોઈ લગ્નનાં અધિનિયમનાં દાયરામાં ન આવે . લિવ ઈન રિલેશનશિપનો અર્થ લગ્ન થયા હોવાનો નથી થતો તેથી તેમાં છૂટાછેડાની પણ માંગ ન કરી શકાય.

લિવ-ઈન રિલેશનશિપને લગ્ન ન કહી શકાય- કોર્ટ
જસ્ટિસ એ.મહોમ્મદ મુસ્તાક અને સોફી થોમસની ખંડપીઠે લિવ-ઈન રિલેશનશિપ વિશે ટિપ્પણી ત્યારે કરી જ્યારે લિવ-ઈનમાં રહેતા એક કપલે છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટમાં કરી હતી. કોર્ટે કહ્યું કે વિવાહ એ સામાજિક સંસ્થા છે જેને કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે અને એ સમાજમાં સામાજિક અને નૈતિક આદર્શોને દર્શાવે છે. હાઈકોર્ટે કહ્યું કે છૂટાછેડાએ કાયદાકીય લગ્નને અલગ કરવા માટે છે. લિવ-ઈન રિલેશનશિપમાં આ પ્રકારની માન્યતા ન આપી શકાય.

આ દંપતિનો એક સંતાન પણ છે
હાઈકોર્ટની આ બેંચે લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારાં અલગ-અલગ ધર્મોનાં કપલની અરજી પર સુનાવણી કરી હતી. અરજદારોમાં એક હિંદૂ અને એક ઈસાઈ છે જેમણે 2006માં એક રજિસ્ટર્ડ માધ્યમથી પતિ અને પત્નીનાં રૂપમાં એકસાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. આ દંપતિનું એક સંતાન પણ છે. પરંતુ હવે તેમને અલગ થવું છે.

અરજદારનાં વકીલની દલીલ
અરજદારોનાં વકીલે એ તર્ક આપ્યો હતો કે જ્યારે બંને પક્ષોએ ઘોષણાનાં માધ્યમથી પોતાના સંબંધને વિવાહનાં રૂપે સ્વીકાર કરી લીધું છે તો કોર્ટ એ નક્કી નથી કરી શકતી કે શું તેઓ કાયદાકીય રીતે પરણિત છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ