બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / List of powerful cars under Rs 6 lakh The best for the middle class

તમારા કામનું / રૂપિયા 6 લાખથી ઓછી કિંમતની જોરદાર કારોનું લિસ્ટ: મિડલ ક્લાસ માટે છે એકદમ બેસ્ટ, મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વિકલ્પ ઉપલબ્ધ

Kishor

Last Updated: 07:37 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

. કેટલીક એવી કાર જે તમારા બજેટમાં પણ ફીટ હોય અને ફિચર્સ પણ સારા હોય જાણો 5 સિટર કાર લગ્ઝરી ફિચર્સ વિષે આ અહેવાલમાં!

  • ઈન્ડિયન માર્કેટમાં ઓછી કિંમતવાળી કારની માંગ
  • જાણો તમારા બજેટમાં બેસતી બેસ્ટ કાર વિષે
  • 5 સિટર કાર લગ્ઝરી ફિચર્સ અલોય વ્હીલ, ટચ સ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ સાથે

કાર લેવી કોને ન ગમે. એમાં પણ મીડલ ક્લાસ લોકોનું તો સપનું હોય છે કાર ખરીદવાનું. કાર હવે એક જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. ત્યારે ઈન્ડિયન માર્કેટમાં ઓછી કિંમતવાળી કારની માંગ ખુબ જ વધારે હોય છે. 5 સિટર કાર લગ્ઝરી ફિચર્સ અલોય વ્હીલ, ટચ સ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ અને એયરબેગ સાથે આવે છે.. ત્યારે અમે આપને જણાવીશું કેટલીક એવી કાર વિશે તે બજેટમાં પણ ફીટ હોય અને ફિચર્સ પણ સારા હોય!

Maruti S-Presso
Maruti S-Presso કારની શરૂઆતની કિંમત 4.25 લાખ રૂપિયા એક્સ શોમમાં આવે છે. કારમાં સીએનજી અને પેટ્રોલ એમ બંને ટાઈપના એન્જીન હોય છે.. આ 5 સિટર કાર 998 cc એન્જીન સાથે ઓફર કરવામાં આવી રહી છે. સાથે 240 લિટરનું બુટ સ્પેસ આપવામાં આવ્યું છે. Maruti S-Presso સાત કલરમાં આવે છે. આ હેચબેક કારનુ ટોપ મોડલ 6.12 લાખ રૂપિયામાં મળે છે. આ કાર પર કંપની 30 નવેમ્બર સુધી 54 હજાર રૂપિયાનું ડિસ્ટકાઉન્ટ ઓફર કરી રહી છે, આ કાર અલગ અલગ વેરિએન્ટમાં 55.92થી 64.71 BHP પાવર અને 24.12થી 25.3 LMPL સુધીની માઈલેજ આપે છે.. આ કાર મેનુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાંસમિશનમાં આવે છે.

Hyundai Grand i10 Nios
કાર 10.0.KMPLની માઈલેજ આપે છે. આ કાર પેટ્રોલ અને સીએનજી એમ બંને એન્જીનમાં મળે છે આ કાર 5 સિટર કાર છે.. જેની શરૂઆતની કિંમત 5.84 લાખ રૂપિયા એક્સ શોરૂમમાં ઓફર કરવામાં આવી રહી છે. કારમાં 8 ઈંચનું ઈંફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 કલર ઓપ્શન છે. Hyundai Grand i10 Niosનું ટોપ મોડલ 8.51 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમતમાં મળે છે... કારમાં 1197 સીસીનું એન્જીન મળે છે. કાર મેનુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાંસમિશનમાં આવે છે.. કારમાં પાંચ વેરિએંટ અને 6 એયરબેગ આપવામાં આવી છે. કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા સેફ્ટી ફિચર્સ મળે છે.. કારમાં 260 લીટરનું બૂટ સ્પેસ આવે છે.

Tata Tiago
આ કાર પેટ્રોલ અને સીએનજી બંને એન્જીન વર્ઝનમાં આવે છે, ટાટાની આ કાર 19.01KMPLની માઈલેજ આપે છે.. કારમાં XE, XM, XT(O), XT, XZ અને  XZ+ એમ કુલ છ વેરિએન્ટ છે.. આ કાર 5 સિટર કાર છે જેની શરૂઆતની કિંમત 5.60 લાખ રૂપિયા એક્સ શોરૂમની કિંમત છે.. કારમાં 1.2 લીટરનું એન્જીન આવે છે... આ પેટ્રોલ એન્જીન 86 PSનો પાવર અને 113 NMની પીક ટોર્ક જનરેટ કરે છે.. આ કારમાં 242 લિટરનુ મોટુ બુટ સ્પેસ આપવામાં આવ્યું છે.. આ હેચબેચ કારના ટોપ મોડલ 8.20 લાખ રૂપિયા એક્સ શોરૂમમાં ઓફર કરવામાં આવી રહી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ