બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / List of 5 Best Family Cars: Great Mileage and Features, Price Between 4 Lakh to 10 Lakh

ઓટો / 5 સૌથી સારી ફેમિલી કારનું લિસ્ટ: માઇલેજ અને ફીચર્સ પણ જોરદાર, કિંમત 4 લાખથી 10 લાખની વચ્ચે

Megha

Last Updated: 03:48 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Affordable Budget Cars: જો તમે પણ સસ્તી કાર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવતી કેટલીક શ્રેષ્ઠ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • તમે પણ સસ્તી કાર ખરીદવા માંગો છો?
  • બજેટમાં આવતી આ બેસ્ટ કાર વિશે જાણી લો 
  • 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વાળી આ કાર 

Affordable Budget Cars: લગભગ દરેક લોકો ઇચ્છે છે કે એમને બધી સુવિધાઓ મળવી જોઈએ જેથી તેનું જીવન સરળ રીતે ચાલી શકે. ઉદાહરણ તરીકે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાઇક ખરીદે છે અને ઘણા લોકો સારી અને શાંતિ પૂર્વક મુસાફરી માટે કાર ખરીદે છે. એવામાં જો તમે પણ સસ્તી કાર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવતી કેટલીક શ્રેષ્ઠ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે એક વિકલ્પ પસંદ કરી શકો છો. 

Maruti Alto K10
દેશની સૌથી સસ્તી કારોમાંની એક મારુતિ સુઝુકી અલ્ટો K10 વધુ સારો વિકલ્પ બની શકે છે અને તેની કિંમત રૂ. 10 લાખથી ઘણી ઓછી છે. આ શોરૂમની કિંમત 3.99 લાખ રૂપિયાથી 5.96 લાખ રૂપિયાની વચ્ચે છે. Alto K10 ને 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 65.7 bhp પાવર અને 89 Nm ટોર્ક જનરેટ કરે છે. Alto K10 કાર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે.

Hyundai Grand i10 Nios
બીજા વિકલ્પ તરીકે, તમે ગ્રાન્ડ i10 Nios માટે જઈ શકો છો, જે સૌથી વધુ સસ્તું હેચબેક કાર માંથી એક છે. Grand i10 Niosમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82 Bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 5.73 લાખથી 8.51 લાખ રૂપિયાની વચ્ચે છે.

Maruti Suzuki Swift
તમે વધુ સારા વિકલ્પ તરીકે મારુતિ સુઝુકી સ્વિફ્ટ પણ પસંદ કરી શકો છો. સ્વિફ્ટ દેશની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. સ્વિફ્ટમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 88.5 Bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. સ્વિફ્ટની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી 9.03 લાખ રૂપિયા સુધીની છે.

Maruti Suzuki Wagon R 
મારુતિ સુઝુકી વેગન આર પણ દેશમાં ઘણી વેચાય છે, તે ફેમિલી હેચબેક કાર છે. એન્જિન વિશે વાત કરીએ તો તેમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે જે 88.5 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. વેગન આરની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.55 લાખથી રૂ. 7.43 લાખની વચ્ચે છે.

Tata Tiago 
ટાટાની ટિયાગો કાર દેશની સૌથી સુરક્ષિત હેચબેક કારમાંથી એક છે. Tiago 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 84 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. Tata Tiagoની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 5.60 લાખથી 8.15 લાખ રૂપિયાની વચ્ચે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ