બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Link Big statement of Nitin Patel waving saffron in APMC

નિવેદન / 'આ પરિણામ જ દર્શાવે છે કે ભાજપમાં વિખવાદ...', કડી APMCમાં ભગવો લહેરાતા નીતિન પટેલનું મોટું નિવેદન

Vishal Khamar

Last Updated: 05:14 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા કડી એપીએસમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત થવા પામી હતી. ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, ફોર્મ પરત ખેંચવા સમયે કોઈને કઈ કહેવાયું હોય તો ખોટુ ન સમજવું.

  • કડી APMCમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
  • ભાજપમાં કોઈ વિખવાદ નથી :નીતિન પટેલ

 

મહેસાણા કડી એપીએમસી ખાતે મંગળવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 782  પૈકી 728 મતદારોએ મતદાન કર્યું હતું.  જેનું પરિણા આવતા કડી APMCમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત થવા પામી હતી.  કડી APMC ના ચૂંટણી પરિણામ બાદ નિતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નિતીન પટેલે જણાવ્યું હતું કે,  ફોર્મ પરત ખેંચવા સમયે કોઈને કઈ કહેવાયું હોય તો ખોટું ન સમજવું. કામ કડી માટે કરૂ છું. ભાજપ પક્ષ માટે કરૂ છું. હું ઉમેદવાર આજે પણ ન હતો અને પહેલા પણ ન હતો. ધારાસભ્યની ચૂંટણીમાં પક્ષે મને ટિકિટની ના પાડી હતી મને ખોટું લાગ્યું ન હતું. કોઈ વ્યક્તિ મોટો નથી. પરંતું પક્ષ મોટો છે સંસ્થા મોટી છે. 

વેપારી વિભાગમાં ચાર સીટો બિનહરીફ હતી તો ખરીદ વેચાણ વિભાગમાં એક સીટ બિનહરીફ થઈ હતી
આ બાબતે કડી એપીએમસીનાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 5.12.2023 નાં રોજ કડી એપીએમસી ખાતે જે મતદાન થયું હતું. તેની મતગણતરી આજે કરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. હાઈએસ્ટ વોટ મળેલા છે તે 10 ઉમેદવારો પટેલ ગીરીશભાઈ રતિલાલ, પટેલ શૈલેષકુમાર ચુનીલાલ, પટેલ જીતેન્દ્રકુમાર ચતુરભાઈ,  ઠાકોર શૈલેષભાઈ જયંતીભાઈ,   પટેલ જગદીશભાઈ કાન્તિલાલ, પટેલ પ્રહલાદભાઈ શંકરલાલ,  પટેલ ગોવિંદભાઈ માવજીભાઈ,  પટેલ સંદીપકુમાર ગણપતભાઈ,  પટેલ ઘનશ્યામભાઈ અંબાલાલભાઈ,  ખમાર હિમાંશુભાઈ બંસીભાઈને વિજેતા જાહેર કરાયા છે. તેમજ વેપારી વિભાગમાં જે ચાર સીટો હતી તે બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. તેમજ ખરીદ વેચાણ વિભાગમાં પણ એક સીટ બિનહરીફ વિજેતા જાહેર થઈ હોઈ આજરોજ એપીએમસી કડીની ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. 

નીતિન પટેલબીનહરીફ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી APMCમાં ઝંપલાવ્યું છે. નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે અહીં રસપ્રદ વાત એ છે કે, 5 ડિસેમ્બર રોજ મતદાન પહેલા ખરીદ વેચાણ મંડળીમાં એકમાત્ર નીતિન પટેલે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ થયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ