બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Life of 'Anupamaa' will change completely after 5 years leap, big twist will come

ટેલિવિઝન જગત / 5 વર્ષ બાદ 'અનુપમા'ની લાઇફસ્ટાઇલમાં જોવા મળશે બદલાવ, આવી શકે છે મોટો ટ્વિસ્ટ

Megha

Last Updated: 09:39 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુપમા સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. એક રિપોર્ટ અનુસાર અનુપમા શો 4 થી 5 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે. એટલે કે હવે શો માં નાની અનુ મોટી થશે અને શોમાં નવા પાત્રો બતાવવામાં આવશે.

  • 'અનુપમા' સિરિયલમાં કેટલાક ફની ટ્વિસ્ટ જોવા મળશે
  • રિપોર્ટ અનુસાર અનુપમા શો 4 થી 5 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે
  • શો માં નાની અનુ મોટી થશે અને શોમાં નવા પાત્રો બતાવવામાં આવશે

બધાના પસંદિતા શો 'અનુપમા'માં કોઈને કોઈ નવું નાટક જોવા મળે છે. એવામાં હવે આ સિરિયલમાં કેટલાક ફની ટ્વિસ્ટ જોવા મળશે. જેના કારણે ફેન્સને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ આ સમાચાર સામે આવી રહ્યા છે કે સિરિયલમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે અને એક રિપોર્ટ અનુસાર અનુપમા શો 4 થી 5 વર્ષનો લીપ લેવા જઈ રહ્યો છે. એટલે કે હવે શો માં નાની અનુ મોટી થશે અને શોમાં નવા પાત્રો બતાવવામાં આવશે. 

નોંધનીય છે કે હાલમાં જ શોમાં બતાવવામાં આવ્યું હતું કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો 'અનુપમા'માં હવે અનુપમા પરિવારની જવાબદારીથી દૂર થઈને એક નવું જીવન શરૂ કરી રહી છે. આ સાથે જ અનુપમાએ તેની નવી ડાન્સ એકેડમી ખોલી છે અને અનુજ પણ પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન વનરાજ અનુજને ઉશ્કેરીને અનુપમાની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

હવે શોમાં લિપ આવ્યા બાદ અનુપમાનું જીવન ઘણું બદલાઈ જશે. કારણ કે અનુપમાએ પોતાની ડાન્સ એકેડમી ખોલી છે એ બાદ અનુપમા ખૂબ મોટી બિઝનેસવુમન બની જશે. આ સિરિયલના આવનર એપિસોડમાં અનુજની સાથે નાની અનુ અને માયા હશે. આ સાથે જ શો 'અનુપમા'ના આવનાર એપિસોડમાં બતાવવામાં આવશે કે સમર અને ડિમ્પલ લગ્ન કરવાના છે પણ અનુપમા તેમની જવાબદારી લેવા જઈ રહી નથી. 

આ સિવાય બા અનુપમાને ફોન કરે છે અને તેને કહે છે કે તેણે ડિમ્પલ અને સમરના લગ્નની જવાબદારી લેવી પડશે તો અનુપમા બાને કહે છે કે લગ્ન કરવાનો નિર્ણય સમર અને ડિમ્પલનો છે, તેથી તેણે જવાબદારી લેવી પડશે.  હાલ તેના થોડા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં અનુપમા કહેતા જોવા મળે છે કે જો તેને મારી જરૂર હોય તો તે મારા ઘરે આવે, હું ત્યાં નહીં આવું. સમર અને ડિમ્પલની જવાબદારી લેવા શાહ ઘરનું કોઈ તૈયાર નથી. જેના કારણે બંનેએ ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ