બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LIC's super hit scheme get 27 lakhs by depositing Rs 121, no money tension in daughter's marriage!

વાહ / હવે દીકરીના લગ્નનું ટેન્શન છોડો, બસ રોજના જમા કરો 121 રૂપિયા, ને લગ્નની ઉંમરે મેળવો રૂ. 27 લાખ

Pravin Joshi

Last Updated: 07:55 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICની કન્યાદાન પૉલિસી દીકરી માટે જંગી ભંડોળ એકઠું કરવાની સાથે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ પણ આવે છે, તેથી પ્રીમિયમ ભરનારાઓને 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળી શકે છે.

દેશની સૌથી મોટી વીમા કંપની LIC બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ યોજનાઓ ઓફર કરે છે, જે જંગી ભંડોળ એકત્ર કરવામાં મદદરૂપ થાય છે. એલઆઈસીએ ખાસ કરીને દીકરીઓ માટે ઘણી યોજનાઓ બનાવી છે, જે છોકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના ટેન્શનને દૂર કરી શકે છે. સામાન્ય રીતે ભારતમાં દીકરીનો જન્મ થતાં જ લોકો તેના ભણતર અને લગ્નની ચિંતા કરવા લાગે છે. જો તમે પણ આ લિસ્ટમાં છો, તો LIC કન્યાદાન પોલિસી આ ચિંતાને દૂર કરી શકે છે, જે તમને તમારી દીકરીના લગ્નમાં પૈસાની કમી અનુભવવા નહીં દે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

LIC | VTV Gujarati

દીકરીના લગ્ન માટે રૂ.27 લાખનું ફંડ

LIC કન્યાદાન પૉલિસી ફક્ત તમારી દીકરીનું ભવિષ્ય જ સુરક્ષિત કરી શકતી નથી, પરંતુ તમે તેને લગ્નના પૈસાના ટેન્શનમાંથી પણ મુક્ત કરી શકો છો. આ યોજનાના નામ પ્રમાણે જ્યારે છોકરી લગ્નયોગ્ય બને છે ત્યારે તે વિશાળ ભંડોળ પૂરું પાડી શકે છે. આમાં તમારે દરરોજ 121 રૂપિયા જમા કરાવવાના રહેશે એટલે કે આ પ્રમાણે તમારે દર મહિને કુલ 3,600 રૂપિયા જમા કરવાના રહેશે. આ રોકાણ દ્વારા તમને 25 વર્ષની પોલિસીની પાકતી મુદત પૂરી થવા પર 27 લાખ રૂપિયાની એકમ રકમ મળશે.

LIC સ્કીમ: દીકરીના લગ્ન માટે મળશે પુરા 27 લાખ રૂપિયા, ફક્ત 121 રૂપિયા  પ્રિમિયમ; જાણો સમગ્ર માહિતી | LIC scheme offers 27 lakh rupees for marriage  expenses for 121 rupees daily premium

આ યોજનાનો પાકતી મુદત છે

LIC ની આ મહાન પોલિસી 13 થી 25 વર્ષની પાકતી મુદત માટે લઈ શકાય છે. એક તરફ દરરોજ 121 રૂપિયાની બચત કરીને તમે તમારી પુત્રી માટે 27 લાખ રૂપિયા એકઠા કરી શકો છો, તો બીજી તરફ જો તમે દરરોજ માત્ર 75 રૂપિયાની બચત કરીને આ સ્કીમમાં રોકાણ કરો છો, એટલે કે દર મહિને લગભગ 2250 રૂપિયા તો મેચ્યોરિટી પર તમને હજુ પણ રૂ. 14 લાખ મળશે. જો તમે રોકાણની રકમ વધારવા અથવા ઘટાડવા માંગતા હો તો તમે તમારી ઇચ્છા મુજબ તેને વધારી અથવા ઘટાડી શકો છો અને તે જ આધારે તમારું ફંડ પણ બદલાશે.

માત્ર 130 રૂપિયા જમા કરશો તો દીકરીના લગ્નમાં મળશે 27 લાખ રૂપિયા, આ સ્કીમમાં  મેળવો જબરદસ્ત રિટર્ન | LIC Kanyadaan policy Raise Rs 27 lakh with an  investment of Rs 130 daily check how

તમને ટેક્સ છૂટનો લાભ પણ મળે છે

દીકરી માટે બનેલી આ યોજના લેવાની વય મર્યાદા વિશે વાત કરીએ તો આ યોજનામાં લાભાર્થીના પિતાની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ, જ્યારે દીકરીની ઉંમર ઓછામાં ઓછી એક વર્ષની હોવી જોઈએ. જંગી ભંડોળ એકઠું કરવાની સાથે આ LIC પ્લાનમાં કર લાભો પણ ઉપલબ્ધ છે. LIC કન્યાદાન પૉલિસી આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80Cના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, તેથી પ્રીમિયમ જમાકર્તાઓને 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળી શકે છે. આટલું જ નહીં, જો પાકતી મુદત પહેલા પોલિસીધારક સાથે કોઈ અપ્રિય ઘટના બને છે અથવા તેનું અકાળે મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જોગવાઈ છે.

LIC | Page 14 | VTV Gujarati

વધુ વાંચો : તમે પણ તમારી હોમ લોન ઝડપથી ક્લિયર કરવા માંગો છો? કરો આ સરળ ઉપાય

આ રીતે તમે સરળતાથી પ્લાન લઈ શકો છો

હવે ચાલો વાત કરીએ કે LICની કન્યાદાન પોલિસી લેવા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે. તો તમને જણાવી દઈએ કે આમાં તમારે તમારું આધાર કાર્ડ અથવા અન્ય કોઈ ઓળખનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો, દીકરીનું જન્મ પ્રમાણપત્ર આપવાનું રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ