બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Bank Loan home loan home loan EMI home loan Intrest Rate

કામની વાત / તમે પણ તમારી હોમ લોન ઝડપથી ક્લિયર કરવા માંગો છો? કરો આ સરળ ઉપાય

Dhruv

Last Updated: 05:36 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ તમારી હોમ લોન જલ્દી ક્લિયર કરવા માંગો છો ? તમે હોમ લોન પર વધારે વ્યાજની રકમથી બચવા માંગો છો ? તો અમે તમને એના માટે કેટલાક ઉપાયો જણાવીશું.

તમે લીધેલ હોમ લોનને ઝડપથી પુરી થઈ જાય તો તમે બીજી કોઈ લોન પણ લેવાનું પ્લાન કરી શકો છો. તેમજ વ્યાજના વધારે પૈસા ચૂકવતા પણ બચી શકો છો જેથી આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવશું જેનાથી તમે તમારી લોનની જલ્દીથી ભરપાઈ કરી શકશો.

 લોન ટ્રાન્સફર

લોન લેતી વખતે તમારે એ ધ્યાન રાખવુ જોઈએ કે તમારા પૈસા કેવી રીતે બચે અને તમને કઈ લોન સસ્તી પડી રહી છે. તેના માટે તમારે સૌથી ઓછા વ્યાજ દરવાળી હોમ લોન લેવી જોઈએ. જો તમને એવુ લાગે કે તમારી જે બેંકમાં હોમ લોન ચાલે છે તે બેંક બીજા કરતા વધારે વ્યાજ લઈ રહી છે તો તમારે તમારી હોમ લોન ટ્રાન્સફર કરાવી દેવી જોઈએ.

પ્રી પેમેન્ટ

લોનને જલ્દી પતાવવાનો બેસ્ટ ઉપાય પ્રી પેમેન્ટ છે. પ્રી પેમેન્ટ દ્વારા તમારે તમારી લોનની રકમનો કેટલોક હિસ્સો સમયાંતરે ચૂકવવો જોઈએ. જેનાથી તમારે તમારી લોન પરનું વ્યાજ ઓછુ ભરવાનું થશે લોનની ભરપાઈ પણ ઝડપથી થઈ જશે.

ટૂંકાગાળાની લોન

હોમ લોન લેતા પહેલા, તમારે તમારા ખર્ચ અને બચતનો હિસાબ કરી લેવો જોઈએ. નહીં તો તમને વધારે EMI ચૂકવવા પડી શકે છે. તેના માટે હોમ લોન ઓછા સમયગાળાની લેવી જોઈએ. જેનાથી તમને ઓછુ વ્યાજ ચૂકવવુ પડશે અને તમારા પૈસાની પણ બચત થશે.

વધુ વાંચો: આ કંપની પર અંબાણીએ હાથ મુકતા શેરમાં રોકેટ તેજી, એક્સપર્ટે આપી નફાની સલાહ

EMIની રકમ વધારો

જો તમારે તમારી હોમ લોન ઝડપથી ભરી દેવા માંગતા હોય તો તેનો હપ્તો એટલે કે EMI વધારી દેવો જોઈએ. જો તમારી આવક વધી હોય તો આ ઉપાય જરૂરથી અપનાવો જોઈએ. આમ કરવાથી તમારી લોન તો જલ્દી પુરી થશે અને સાથે જ તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ