બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Ambani hands over this company, there is a rocket rise in the shares, experts give profitable advice

BUSINESS / આ કંપની પર અંબાણીએ હાથ મુકતા શેરમાં રોકેટ તેજી, એક્સપર્ટે આપી નફાની સલાહ

Vishal Dave

Last Updated: 10:54 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MSKVY નાઇન્ટીન્થ સોલર SPV લિમિટેડ અને MSKVY ટ્વેન્ટી-સેકન્ડ સોલર SPV લિમિટેડમાં 100 ટકા ઇક્વિટી શેરના સંપાદનને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મંજૂરી આપી

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ MSKVY નાઇન્ટીન્થ સોલર SPV લિમિટેડ અને MSKVY ટ્વેન્ટી-સેકન્ડ સોલર SPV લિમિટેડમાં 100 ટકા ઇક્વિટી શેરના સંપાદનને મંજૂરી આપી છે. આ શેર MSEB સોલર એગ્રો પાવર લિમિટેડ પાસેથી ખરીદવાના છે.

128 મેગાવોટની કુલ સૌર ક્ષમતાના સ્થાપન માટેના ટેન્ડરની શરતોને અનુરૂપ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે આ પગલું મુખ્ય મંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2.0 હેઠળ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ફેલાયેલી 128 મેગાવોટની કુલ સૌર ક્ષમતાના સ્થાપન માટેના ટેન્ડરની શરતોને અનુરૂપ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ MSEB સોલર એગ્રો પાવર લિમિટેડ પાસેથી એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રાન્ઝેક્શનની વિગતો જાહેર કરવાની યોજના ધરાવે છે. એપ્રિલ 2024 ના અંત સુધીમાં સંપાદન પૂર્ણ થવાની અપેક્ષા છે.

બ્રોકરેજ પેઢીએ શું કહ્યું?
દરમિયાન, બ્રોકરેજ ફર્મ યુબીએસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પર તેના લક્ષ્યાંક ભાવને અગાઉ રૂ. 3,000થી વધારીને રૂ. 3,400 પ્રતિ શેર કર્યો છે. આ સાથે બ્રોકરેજે પણ સ્ટોક પર તેની "બાય" ભલામણ જાળવી રાખી છે. એ જ રીતે સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસવાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે 3210 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગયા શુક્રવારે આ શેર 0.30%ના ઉછાળા સાથે રૂ. 2909.90 પર હતો. 4 માર્ચ, 2024ના રોજ શેરની કિંમત 3,024.80 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

આ પણ વાંચોઃ માર્ચ એન્ડિંગ પહેલા તમે આ કામો પુરા નહીં કરો તો થશે મોટુ આર્થિક નુકસાન

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષના બીજા ભાગમાં નવું એનર્જી ગીગા કોમ્પ્લેક્સ શરૂ કરશે. રિલાયન્સ ગુજરાતના જામનગરમાં 5,000 એકર વિસ્તારમાં ગીગા કેમ્પસ બનાવી રહી છે. આમાં ફોટોવોલ્ટેઇક પેનલ્સ, ફ્યુઅલ સેલ સિસ્ટમ્સ, ગ્રીન હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ માટેની પાંચ ગીગા ફેક્ટરીઓનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ