બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / Libia Flood Circes 20000 people derna city washed away in sea video

Libia Flood / ગણતરીની મિનિટોમાં તબાહ થઈ ગયું શહેર, 20 હજાર લોકોના મોત: લિબિયામાં ભયંકર આફત

Arohi

Last Updated: 12:44 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Libia Flood Circes: લીબિયામાં સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે અથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

  • લીબિયામાં ભયંક સુનામી 
  • 20 હજાર લોકોના મોતની આશંકા
  • ઈતિહાસની સૌથી મોટી સુનામી 

લીબિયામાં સુમુદ્રમાં આવેલી સુનામીના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા. 

બચાવ અભિયાનમાં શામેલ લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થઈ ગયા છે. પરંતુ મૃતદેહની શોઘ કરવી મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે. 

20 હજાર સુધી પહોંચી ગયો છે મૃત્યુ પામનાર લોકોનો આંકડો
ડેરના શહેરના મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીએ કહ્યું છે કે શહેરમાં મૃત્યુ પામનાર લોકોના આંકડા 18થી 20 હજાર સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હવે મોટી બીક એ વાતની છે કે મહામારી ફેલાઈ શકે છે. પાણીમાં મૃતદેહ સડી રહ્યા છે અને રસ્તા પર પાણીની સાથે ગંદકી વહી રહી છે. તેના કારણે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. 

આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠનનું કહેવું છે કે લીબિયામાં આટલી બધી મોતને ટાળી શકાત. સંગઠનનું કહેવું છે કે લીબિયા ગયા એક દસકથી ગૃહ યુદ્ધની માર સહન કરી રહ્યું છે અને દેશમાં બે અલગ અલગ સરકારોનું શાસન ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લીબિયામાં હવામાન વિભાગ જ સક્રિય નથી. 

હવામાન વિભાગ નથી સક્રિય 
જો દેશમાં હવામાન વિભાગ એક્ટિવ હોય તો તેની તરફથી અમુક ભવિષ્યવાણી કરવામાં આવી હોત અને પછી લોકોને બચાવી શકાયા હોત. વૈશ્વિક સંસ્થાને કહ્યું કે જો સમય રહેતા સુનામીનું અનુમાન લગાવવામાં આવ્યું હોત તો લોકોને પહેલા જ ક્યાંક શિફ્ટ કરી લેવામાં આવ્યા હોત. તેના ઉપરાંત બચાવ કાર્ય માટે પણ પુરતો સમય મળી શક્યો હોત. 

આ ઉપરાંત ઘણા જાણકારોનું કહેવું છે કે ડેરમા શહેર પહેલાથી જ ખતરા પર હતું. તેને લઈને ઘણી વખત ચેતાવણી આપવામાં આવી હતી કે શહેરમાં અમુક ડેમ બનાવવામાં આવે નહીં તો સમુદ્ર કિનારે વસેલું આ શહેર ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો શિકાર બની શકે છે. 

હજારો પરિવાર છે એવા જેમાં કોઈ ન બચ્યુ 
ડેરમા શહેરમાં આવેલી સુનામી એટલી ભયાનક હતી કે મિનિટોમાં જ વિશાળ બિલ્ડિંગો વહી ગઈ. તેમાં એવા પરિવાર છે જે સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા અને કોઈ સદસ્ય નથી બચ્યું. એક શખ્સે જણાવ્યું કે તેણે પોતાના સંયુક્ત પરિવારના 13 સદસ્યોને ગુમાવી દીધી છે. 

સુનામીની ભયાનકતાને એના દ્વારા સમજી શકાય છે કે મૃતદેહોનો સામુહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે અને જેસીબીની મદદથી કબરો ખોદવામાં આવી રહી છે. આફ્રીકી દેશ લીબિયામાં છેલ્લા 10 વર્ષોથી ગૃહ યુદ્ધની સ્થિતિ  છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ