બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Letter to CM Bhupendra Patel to stop dummy schools in Gujarat

લાલિયાવાડી / માત્ર કાગળ પર જ વિદ્યાર્થીઓનું એડમિશન! ગુજરાતની ડમી શાળાઓ બંધ કરાવવા CMને પત્ર, કારણ કોચિંગ ક્લાસીસ

Malay

Last Updated: 04:00 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્યોએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ડમી સ્કૂલો સામે કાર્યવાહીની માંગ કરી છે. પત્રમાં તેમણે વિદ્યાર્થીઓ કોચિંગમાં ફૂલ સમય આપી શાળામાં માત્ર કાગળ પર હાજર રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

 

  • પ્રવેશ સ્કૂલમાં અને અભ્યાસ ક્લાસીસમાં
  • વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી રહેતા હાજર
  • વર્ષ દરમિયાન NEET અને JEEની તૈયારી
  • ક્લાસીસના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને નુકસાન

રાજ્યમાં આવેલી ડમી શાળા મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો ધીરેન વ્યાસ અને ડો.પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં રાજ્યમાં આવેલી ડમી શાળાઓની તપાસ કરી આવી શાળાઓને બંધ કરાવવાની માંગ કરી છે. 

CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરાઈ આ માંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ 11થી જ શરૂ થાય છે. માટે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે. આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતા નથી. 

'જવાબદાર સામે કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી'
કાર્યવાહીની માંગ કરતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એન-કેન પ્રકારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રક્ટિકલની પરીક્ષા માટે કેન્દ્ર પોતાની શાળામાં મેળવી લ્યે છે. આમ ગુજરાતના શિક્ષણ જગતને લાંબાગાળાનું નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ દર્શાવે છે કે ગુજરાતનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ જઈ રહ્યું છે. જેને બહાર નીકળતા વર્ષો લાગી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે આવી ડમી શાળાઓની તપાસ કરી મંજૂરી રદ કરી જવાબદાર લોકો સામે કાનુની કાર્યવાહી કરવા અમારી અંગત ભલામણ અને માંગણી છે. 

આ કારણે ધોરણ 12ના પરિણામમાં ઘટાડો થયોઃ ભાસ્કર પટેલ
આ મામલે શિક્ષણવિદ ભાસ્કર પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 2009 પછી ગ્રાન્ટઇન સ્કૂલોને ગ્રહણ લાગ્યું છે.  ગ્રાન્ટઇન સ્કૂલોમાં સાયન્સમાં પૂરતો સ્ટાફ મળતો નથી. સ્ટાફ ન મળતા બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે. ખાનગી શાળામાં હાજરી માટે નામ ચાલુ રાખી સ્કૂલે ન આવવાની છૂટ અપાય છે. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ શાળાના બદલે ક્લાસિસમાં જાય છે. સ્કૂલે ન જઇ બાળકો ક્લાસીસમાં જઇને JEE અને NEETની તૈયારી કરે છે. JEE અને NEETની તૈયારી કરવામાં ધોરણ 12નું રિઝલ્ટ ઘટી રહ્યું છે. ભાસ્કર પટેલે પણ ડમી સ્કૂલો અને કલાસીસો ઉપર તવાઈ લાવવાની માંગ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ