બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Leopard attack on forest department official gondal video

અફરાતફરી / Video: ગોંડલમાં દીપડો ધસી આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો, વન વિભાગના અધિકારી પર કર્યો હુમલો

Hiren

Last Updated: 08:40 PM, 5 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગોંડલ શહેરમાં દીપડો ઘુસી આવ્યો હતો અને આતંક મચાવ્યો હતો. જેના પગલે ગોંડલ શહેર અને જે વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો ત્યાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. દીપડાએ એક યુવક પર હુમલો પણ કર્યો હતો. જોકે 7 કલાકની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો છે.

  • ગોંડલના બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ
  • વન વિભાગના અધિકારીઓ જોવા ગયા અને દીપડાએ હુમલો કર્યો
  • દીપડો બહાર નીકળતાં જ લોકોમાં અફરાતફરી

ગોંડલમાં ભગવતપરા શાળા નંબર 5 નજીક આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. જેને પગલે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

રાજકોટ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાંસદ સહિત સરકારી તંત્ર ખડે પગે કામે લાગ્યું છે. તો સ્થાનિક પોલીસ તેમજ નગર પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દીપડોએ એક યુવક પર હુમલો કર્યો હતો. જેથી તે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી હાથ ધરાઈ છે.

ગોંડલમાં 7 કલાક જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો

ગોંડલમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો હતો. જોકે ભારે જહેમત બાદ દીપડો પકડાયો છે. રેસ્ક્યુ માટે જૂનાગઢ, રાજકોટની વન વિભાગની ટીમની મદદ લેવાઇ હતી. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. રેસ્ક્યુ માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ હતી. રેસ્ક્યુ દરમિયાન દીપડો બંધ મકાનમાંથી શાળામાં ઘૂસ્યો હતો. શાળાની ઓરડીથી બેભાન દીપડાને પાંજરામાં પૂર્યો.

વનવિભાગના અધિકારી પર દીપડાએ કર્યો હતો હુમલો

સાથે ગોંડલ ભગવતપરામાં આવેલ શાળા નં.5 પાસે આવેલ બંધ મકાન દીપડો ઘુસી જવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તેમજ મામલતદાર સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ત્યારે ફોરેસ્ટની ટીમ બંધ મકાનમાં દીપડો છે કે નહીં તે તપાસતા અચાનક જ દીપડા એ એક પર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્ત થયો જેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. 

સાંસદ રમેશભાઈ ધડુક પણ દોડી આવ્યા હતા

બનાવની જાણ રાજકોટ ફોરેસ્ટ વિભાગને થતા તે પણ પાંજરું લઈ ગોંડલ દોડી આવ્યા હતા. પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક પણ દોડી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ડોક્ટરો પણ હાજર હતા, દીપડાને ટ્રેનકવિલાઈઝ કરીને પણ દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gondal leopard ગોંડલ દીપડો Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ