બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Leaving the 'glamorous' world, model Ashra Patel, who came to the village to become Sarpanch, cast her vote, victory beat in Kavitha village

જનસેવા / 'ગ્લેમરસ'દુનિયા છોડી, સરપંચ બનવા ગામડે આવેલી મોડલ એશ્રા પટેલે કર્યું મતદાન, કાવીઠા ગામમાં જીતનો ઠોક્યો તાલ

Mehul

Last Updated: 04:56 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડલિંગની ઝાકઝમાળ ભરી દુનિયાને અલવિદા કરી ગ્રામસેવાના આશયે ચૂંટણીમાં ઝુકાવનાર એશ્રા પટેલે સંખેડાનાં કાવિઠામાં મતદાન કર્યું હતું. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • મુંબઈની મોડલનું સરપંચ બનવાનું સ્વપ્ન 
  • એશ્રા પટેલે સંખેડાના  કાવિઠામાં કર્યું મતદાન 
  • લોકસેવા માટે પસંદ કર્યો સરપંચ બનવા નિર્ધાર 


છોટા ઉદેપુરમાં મુંબઈની મોડલે  સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી સમગ્ર ગુજરાતની જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. મોડલિંગની ઝાક ઝમાળ ભરી દુનિયાને અલવિદા કરી ગ્રામસેવાના આશયે ચૂંટણીમાં ઝુકાવનાર એશ્રા પટેલે સંખેડાનાં કાવિઠામાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેણીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને લોકોની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરવાની બાંહેધરી આપી હતી 

છોટા ઉદેપુરની ગ્રામપંચાયત ચૂંટણીમાં મોડલની ઉમેદવારી
ગુજરામતા ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ઢોલ વાગી ગયા છે ત્યારે ઠેર ઠેર ગામેગામ સરપંચ બનવા માટે ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુરનું કાવીઠા ગામ ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે અહીં મુંબઈની મોડલ સરપંચ બનવા માટે મેદાનમાં ઉતરી છે. 

મુંબઈ છોડી વતનમાં પ્રચારમાં ઉતરી 
મુંબઈમાં મૉડેલિંગ કરતી યુવતી એશ્રા પટેલે વાયદો કર્યો છે કે જૉ તે સરપંચ બની જાય તો ગામને મોડલ ગામ તરીકે વિકસાવી દેશે. નોંધનીય છે કે આ ગામ સામાન્ય મહિલા અનામત બેઠક છે અને મહિલાઓએ સરપંચ બનવા માટે ઉમેદવારી કરી છે. નોંધનીય છે કે કાવિઠા ગામ મૉડેલનું વતન છે અને પોતાના વતનની પછાત હાલત જોઈને તે અહિયાં આવી હોવાનું કહી રહી છે. 

ચૂંટણી જીતશે તો ગામને મોડેલ ગામ તરીકે વિકસાવવાની નેમ
VTV સાથેની ખાસ વાતચીતમાં એશ્રાએ કહ્યું હતું કે મારે આ ગામમાં ખૂબ કામ કરવા છે. આ ગામના લોકોને ઘર અપાવવા છે, મહિલાઓ માટે કામ કરવા છે. મને એક મોકો તો આપીને જુઓ. હું કામ ન કરું તો જોઈ લેજો. એશ્રાએ વધુમાં કહ્યું કે હું મુંબઈ છોડીને અહિયાં આવી છું, મારી સુખ સાહેબી છોડીને આવી છું. સરપંચ બનવાનો એક મોકો મને આપવો જોઈએ, હું આ ગામના વિકાસ માટે જ અહિયાં આવી છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ