બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Launching of Education Reform by State Education Minister Prafulla Pansheriya

સુરત / રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ

Dinesh

Last Updated: 05:45 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ખાતે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે ત્યારે સુરત ખાતે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ  તરીકે શિક્ષણવિદ્દ  દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. 

આ ઉપરાંત ફિનલેન્ડ થી કેમક  યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્દ  એન્ટિ ઇસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને  માઈક્રોસોફ્ટ કંપની સાથે ટાઈ અપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. 

વાંચવા જેવું: મોદી સરકારે ગુજરાતને બે નવા પ્રોજેક્ટની ભેટ આપી, 1097 કરોડ રૂપિયા કર્યા મંજૂર

શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈ અપ કરી  શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે.  જયારે રિફોર્મ ના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Education News Minister Prafulla Pansheriya Surat News શિક્ષા રિફોર્મ શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ