બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Last Level Performance..! 2 days ago the road made near Chakli circle melted

વડોદરા / છેલ્લી કક્ષાની કામગીરી..! 2 દિવસ પહેલા ચકલી સર્કલ પાસે બનાવેલો રોડ પીગળી ગયો, રેતી નાખી ભ્રષ્ટાચાર ઠારવાનો પ્રયાસ?

Vishal Khamar

Last Updated: 05:32 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વધુ એક રોડ ઓગળવાનો બનાવ બન્યો છે. ત્યારે રોડ બે દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રોડ પીગળતા લોકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટ્રાચારનાં આક્ષેપ કર્યા હતા.

  • વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી
  • ભાયલી બાદ વધુ એક વિસ્તારનો રોડ પીગળી ગયો
  • 2 દિવસ પહેલાં બનાવવામાં આવ્યો હતો રોડ

વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. ભાયલી બાદ વધુ એક વિસ્તારનો રોડ પીગળી ગયો છે. ત્યારે વડોદરાના ચકલી સર્કલ પાસે બનાવવામાં આવેલો રોડ પીગળી ગયો છે. 2 દિવસ પહેલાં  રોડ બનાવવામાં આવ્યો હતો. બે જ દિવસમાં રોડ પીગળી જતા ભ્રષ્ટ્રાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારે વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટ્રાચારનાં આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટરે તાત્કાલીક રોડમાં રેતી નાંખવાની કામગીરી શરૂ કરી હતી. 

રોડ પીગળી જતા રેતી નાંખવામાં આવી

 

રાકેશ ભારદ્વાજ (સુપરવાઈઝર)

જેટલો રોડ ઓગળશે એટલી રેતી નાંખવામાં આવશેઃ સુપર વાઈઝર
આ બાબતે સુપર વાઈઝર રાકેશ ભારદ્વાજે જણાવ્યું હતું કે,  કોન્ટ્રાક્ટરનું નામ તો મને ખબર નથી. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોડ તો પરમદિવસે જ બન્યો છે. ત્યારે રોડ ઉખડવા બાબતે તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તડકાનાં કારણે ઓગળી રહ્યું છે. ત્યારે રોડને સીલકોટ કર્યા પછી રેતી નાંખવાની પ્રક્રિયા હોય છે. ત્યારે રોડ જ્યારે જ્યારે ઓગળે ત્યારે રેતી નાંખવાની હોય છે. અને રેતી નંખાય છે. ત્યારે આનું ઓગળવાનું કારણ છે તડકો. જેટલો તડકો પડશે એટલે ઓગળશે. અને તેટલી રેતી નાંખવામાં આવશે.

વાહનચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી
બે દિવસ પહેલા વડોદરામાં સમાથી છાણી કેનાલ પર એક માસ અગાઉ નવો કહેવતો ચકાચક રોડ બનાવવામાં આવ્યો હતો. પણ ખાડા તો ઠીક રોડમાં એવું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા અંદેશો આવી રહ્યો છે કે રોડ ઉનાળાની ગરમીમાં પીગળી રહ્યો છે. આ રોડ કોર્પોરેશનના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની એટલે કે શિવાલય કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતા ગરમીમાં રોડ પીગળ્યો છે. એક માસ અગાઉ જ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ થઈ હતી પણ હવે રાહદારીઓ અને વાહનચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આજે વડોદરામાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોચ્યો હતો. ગરમીને કારણે રોડનું પીગળવું સામન્ય બાબત ન કહી શકાય કારણ કે હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તો આ કારનામું શક્ય બને. 
કદાચ હલકી ગુણવત્તાના ડામરને કારણે પણ પીગળ્યો હોઇ શકેઃ ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી,VMC
બે દિવસ રોડ પીગળવા મામલે VMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો હિતેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રોડની કામગીરીમાં ગેરરીતિ થઇ હશે તો કાર્યવાહી કરીશું, રોડ પીગળવા પાછળ ગરમી કારણભૂત હોઇ શકે અથવા તો હલકી ગુણવત્તાના ડામરને કારણે પણ પીગળ્યો હોઇ શકે. ગેરરીતિ થઈ હશે તો તપાસ કરાવીને કાર્યવાહી કરીશું તેવો ખૂલસો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પણ સવાલ એ છે કે જો હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો છે તો અધિકારીઑ દ્વારા પાસ કેમ કરવામાં આવ્યો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ