બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / last date to submit life certificate on 30 november 2023 know about the different ways t submit jeevan pramaan patra

તમારા કામનું / ફટાફટ Life Certificate જમા કરાવી દેજો, નહીં તો પેન્શન મેળવવામાં પડશે મુશ્કેલી, જાણો કઇ છે લાસ્ટ તારીખ

Manisha Jogi

Last Updated: 12:02 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી પેન્શન મળે છે, તો 30 નવેમ્બર, 2023 સુધીમાં તમારું લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ સબમિટ કરવાનું રહેશે. લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ ઓનલાઈન અને ઓફલાઈન જમા કરાવી શકાશે.

  • પેન્શનરો માટે નવેમ્બર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ
  • 30 નવેમ્બર સુધીમાં લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવું
  • ઓનલાઈન તથા ઓફલાઈન જમા કરાવી શકાશે આ સર્ટીફિકેટ

પેન્શનરો માટે નવેમ્બર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી પેન્શન મળે છે, તો 30 નવેમ્બર, 2023 સુધીમાં તમારું લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ સબમિટ કરવાનું રહેશે. લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવામાં નહીં આવે તો તમને આવતા મહિનાથી પેન્શન નહીં મળે. પેન્શનધારકે વર્ષમાં એકવાર પોતાના અસ્તિત્વનો પુરાવો આપવો પડશે. નિયમો અનુસાર, 80 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 1 ઓક્ટોબર, 2023થી 30 નવેમ્બર, 2023 સુધીમાં લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવાનું રહેશે. 60 વર્ષથી વધુ વયના નાગરિકોએ 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 સુધીમાં લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવાનું રહેશે. લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ ઓનલાઈન તથા ઓફલાઈન જમા કરાવી શકાશે. 

આ રીતે જમા કરો લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ
ડોર સ્ટેપ બેન્કિંગ

અનેક બેન્કો ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેંકિંગ દ્વારા લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ સબમિટ કરવાની સુવિધા આપે છે. તમે બેંકની મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈટની મુલાકાત લો. ડોર સ્ટેપ બેન્કિંગના ટોલ ફ્રી નંબર દ્વારા પણ બુકિંગ કરી શકાય છે. જે પછી બેન્ક અધિકારી ઘરે આવે છે અને પેન્શનર પાસેથી લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ લે છે. અનેક બેન્ક વરિષ્ઠ નાગરિકોને આ સુવિધા ફ્રીમાં આપે છે તો ઘણી બેન્કો ફી લેતી હોય છે.

જીવન પ્રમાણ પોર્ટલ
પેન્શનધારકો ઘરે બેઠા જ લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ ઓનલાઈન સબમિટ કરી શકે છે. જે માટે માત્ર UIDAI ઓળખપત્રની જરૂર રહેશે. બાયોમેટ્રિક્સ વેરિફાય કરીને આ પોર્ટલ પર લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરી શકાય છે.

પોસ્ટમેન દ્વારા
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ગ્રાહકોને પોસ્ટમેનની મદદથી લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ વેરિફાય કરવાની સુવિધા આપે છે. વર્ષ 2020માં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ એક ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા પણ છે, જેમાં પોસ્ટમેન પેન્શનરના ઘરે આવે છે અને પેન્શનર લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરાવે છે. 

ઉમંગ એપ્લિકેશનથી
ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરી શકો છો. જે માટે EPFO ઓફિસ જવાની જરૂર નથી. ઉમંગ એપ્લિકેશન દ્વારા લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવા માટે, તમારી પાસે 12 અંકનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

ફેસ ઓથેન્ટિકેશનથી લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરો
પેન્શનરને ફેસ ઓથેન્ટિકેશનથી લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરવાની સુવિધા આપવામાં આવે છે. જે માટે તમારે Google Play Store પરથી ‘Aadhaar Face RD Application’ ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારું લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરી શકો છો.

PDAsથી લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરો
પેન્શનર પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં જઈને લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરાવી શકે છે. તમે બેન્કમાં એક ફોર્મ ભરીને સબમિટ કરી દો. ત્યાર પછી બેન્ક અધિકારીઓ લાઈફ ઈન્શ્યોરન્સ સર્ટીફિકેટ જમા કરી લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ