બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Largest illegal mineral theft caught in Sayala's Sudamda village

કૌભાંડ / સાયલાના સુદામડા ગામે ઝડપાઇ સૌથી મોટી ગેરકાયદે ખનીજ ચોરી, ફટકાર્યો 270 કરોડનો દંડ

Malay

Last Updated: 01:48 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઈ, ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામ ઝડપી 270 કરોડનો ફટકાર્યો દંડ.

  • સુદામડા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી 
  • બ્લેક ટ્રેપ ખોદકામમાં 270 કરોડનો દંડ કરાયો
  • પોલીસ અને ભૂસ્તર વિભાગનું સંયુક્ત ઓપરેશન 

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા જીલેટીન સ્ટીક, ડીટોનેટર, ડમ્પર, હીટાચી મશીન જપ્ત કરાયા છે. 

ખાણ ખનીજ વિભાગ અને પોલીસે બોલાવ્યો સપાટો
સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો. સુદામડામાં તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પર, 7 હીટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ સુદામડાની સીમમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું.

કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું
ખાન ખનીજ વિભાગ દ્વારા 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા ભૂમાફિયાઓએ અત્યાર સુધીમાં 544.54.955.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો. આથી આ ખનીજની ચોરી કરનારને ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી મોટો આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. 

ભૂમાફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા
તો ખાણ ખનીજ વિભાગ દ્વારા સુદામડાના ગભરુ મોગલ, સોતાજ યાદવ, કુલદીપ યાદવ, ભરત વાળા સહિત કુલ 27 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો અધધ કહી શકાય તેવો 270 કરોડ જેટલો દંડ ફટકારવામાં આવતા ખનીજ માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.  

અગાઉ રૂ.121 કરોડનો ફટકાર્યો હતો દંડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ માફિયાઓને 121 કરોડ રૂપિયોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં ભૂસ્તર વિભાગે ખનીજ માફિયા વિરૂદ્ધ મોટી કાર્યવાહિ કરી હતી. જેમાં 4 ખનીજ માફિયાઓને ભૂસ્તર વિભાગે રૂ.121 કરોડનો દંડ ફટકાર્યો હતા. છેલ્લા 4 વર્ષથી ખનીજ માફિયા બ્લાસ્ટ કરીને ખનન કરતા હતા. ખનીજ માફિયાના બ્લાસ્ટિંગના કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ વિરૂદ્ધ આસપાસનાં ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જો આ મામલે વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા ગાંધીજી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ