બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Large damage peanuts due to rains in Jamjodhpur market yard

લાપરવાહી / અચાનક વરસાદ પડ્યો તો કોઈ શું કરે? જામજોધપુર માર્કેટ યાર્ડના ચેરમેનનું મગફળીનો મોટો જથ્થો તણાવવા પર નિવેદન

Vishnu

Last Updated: 06:26 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહી છતાંય આખુ માર્કેટ મગફળીથી ભરી રાખ્યું, સવાલ પૂછ્યો તો કહ્યું વેપારીની હતી ખેડૂતોને કોઈ જ નુકસાન નથી થયું

  • જામજોધપુર માર્કેટ યાર્ડની બેદરકારી
  • મહામૂલી મગફળી વરસાદમાં પલડી
  • હવામાન ખાતાની આગાહીને નેવે મૂકી

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે પણ જામનગરના જામ જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ આગાહીને અવગણી છે. જામ જોધપુર માર્કેટ પડેલો હજારો ટન મગફળીનો માલ પલડી ગયો છે. હવામાન ખાતાએ આગાઉથી ચેતવ્યા હોવા છતાં પણ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં માલ રાખવામાં આવતા સત્તાધીશોના વહીવટ પર સવાલોનો વરસાદ થઈ રહ્યો છે. 

કોની બેદરકારીએ મગફળી પલડી?
સમગ્ર બાબતે VTV  ગુજરાતીએ જામ જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોના કાન મરોડયા છે. ચેરમેન બ્રિજરાજ સિંહ જાડેજાને સમગ્ર લાપરવાહી બાબતે સવાલ કરાતા તેઓએ પોતાના વહીવટનો લૂલો બચાવ કર્યો છે. તેમજ ખેડૂતોને કોઈ જ નુકસાન ન ગયું હોવા તેવો દાવો પણ કર્યો છે. ચેરમેને વીટીવી સમક્ષ કહ્યું કે અમે ખેડૂતોને વિનંતી પણ કરી રહ્યા છીએ કે માલ જેમ મંગાવવામાં આવે તે હિસાબે જ આવે, પણ જરૂરિયાત કરતાં વધારે ખેડૂતો માલ લઈને આવે છે તેથી ગોડાઉન પણ ભરાઈ ગયા છે. ખેડૂતો માલ લઈને આવે તો પાછા મોકલતા નથી એટલે વરસાદી વાતાવરણ હોવા છતાં ખેડૂતો પાસેથી  માર્કેટયાર્ડ માલ ખરીદ્યો હતો જે ગોડાઉનમાં ગોઠવવાની તૈયારી પણ કરી હતી પણ અચાનક જ વરસાદ ખૂબનો આવી પડતાં માલ પલડી ગયો, એમાં કોઈ શું કરે? નુકસાન ખેડૂતોને પડ્યું નથી પણ વેપારીએ હરાજી કરી માલ લઈ  લીધો છે.

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • જોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશો કેમ ઊંઘમાં છે?
  • વરસાદની આગાહી છતાં કેમ પલડવા દીધી મગફળી?
  • કોની બેદરકારીથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ?
  • વેપારીઑને પણ મોટું નુકસાન થશે જવાબદારી કોની?

15થી 20 જૂન સુધીમાં સારા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે. તારીખ 15 જૂન બાદ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.

આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની રમઝટ..

  • સાબરકાંઠા: તલોદ તાલુકાના મોઢુકા,લંઘાનામઠ,જશનપુર,કઠવાડા,રણાસણ વિસ્તારમાં વરસાદ
  • બનાસકાંઠા: દિયોદર કાંકરેજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ
  • અરવલ્લી: મોડાસા મેઘરજ માલપુર ભિલોડા શામળાજી સહિતના વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, બારડોલી તાલુકાના ભામૈયા ,મોરી,ખોજ,પારડી ગામો માં પવન સાથે વરસાદ
  • દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભોપલકા,રાણ,લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, ખંભાળિયા તાલુકાના સલાયા,હરિપર,કુબેર વિશોત્રી,ભાડથર,ભાતેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, દ્વારકા તાલુકાના મીઠાપુર,દેવપરા,પાડલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.
  • જૂનાગઢ: સતત ત્રીજા દિવસે પણ વરસાદ, અનેક વિસ્તારો માં વરસાદ ને લઈ ભરાયા પાણી
  • છોટાઉદેપુર: સંખેડા તાલુકાના ગામડી,હરેશ્વર, માલુ,રણછોડપૂરા ગામોમાં વરસાદનું આગમન
  • દ્વારકા: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે, ગોલણ શેરડી ગામે મેઘરાજાએ તોફાની સ્વરૂપ
  • પંચમહાલ:  મોરવા હડફ પંથકમાં પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન
  • મહેસાણા - અમદાવાદ હાઇવે ઉપર વરસાદ, કડી તાલુકા ના નંદાસણ વિસ્તાર માં વરસાદ
  • રાજકોટ:  ઉપલેટામાં તલંગણા, સમઢિયાળા, કાથરોટા, ઢાંક, મેરવદર, ઈસરા, સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ
  • બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે દિવસ ભર ગરમી બાદ વરસાદ 
  • કચ્છ: ભુજ, ખાવડા, સામખિયાળી,નખત્રાણા સહિત અધોઇ વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી
  • બનાસકાંઠા: દીયોદર તાલુકામાં વિજળી પડતાં બે પશુના મોત
  • અમરેલી: વડીયાના બાટવા દેવળી, બરવાળા બાવળ, બાંમણીયા, અનિડા, દેવળકીમાં ધીમીધારે વરસાદ

ગઈકાલે રવિવારે 70 તાલુકોમાં થયો હતો વરસાદ
રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલે વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી તો વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી એટલે કે 3 ઇંચ વરસાદ, કડાણામાં 50 મિ.મી અને ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ