બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Lalluji and Sons again in controversy over Gujarat University

અમદાવાદ / લલ્લુજી એન્ડ સન્સ ફરી વિવાદમાં: ગુજરાત યુનિ.ને લગાવ્યો 37 કરોડથી વધુનો ચૂનો, VTVએ જવાબ માંગતા દાદાગીરી પર ઉતરી આવ્યા

Malay

Last Updated: 01:39 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીને લલ્લુજી એન્ડ સન્સે 37 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો છે. VTV NEWSની ટીમે આ મામલે જવાબ માગતા લલ્લુજી એન્ડ સન્સના માણસો દાદાગીરી પર ઉતરી ગયા હતા.

  • લલ્લુજી એન્ડ સન્સ ફરી વિવાદમાં આવ્યું
  • ગુજરાત યુનિ.ને લગાવ્યો 37 કરોડથી વધુનો ચૂનો
  • લલ્લુજી એન્ડ સન્સ પાસેથી ભાડું વસૂલાશે?

અવારનવાર વિવાદમા આવેલી અને પંકાઈ ગયેલી લલ્લુજી એન્ડ સન્સ કંપની ફરી એકવાર વિવાદના ચકડોળે ચડી છે. આ વખતે લલ્લુજી એન્ડ સન્સ કંપનીને કારણે ગુજરાત યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાત યુનિવર્સિટીને લલ્લુજી એન્ડ સન્સને કારણે 37 કરોડથી વધુનો ચૂનો લાગ્યો છે. લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીનું જાણીતુ કન્વેન્શન સેન્ટર 3 વર્ષ ચલાવ્યું હતું. પણ યુનિવર્સિટીને પૈસા ન આપ્યા હોવાનું ઉઘાડું પાડ્યું છે. જેમાં લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને ભાડુ માત્ર 2 વર્ષનું જ ચૂકવ્યું છે. યુનિવર્સિટીને વાર્ષિક 12 કરોડ રૂપિયા આપવાના હતા. જે મામલે સહમતી દર્શાવ્યા બાદ 3 વર્ષ સુધી રૂપિયા ન ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ 3 વર્ષ સુધી કન્વેન્શન સેન્ટરમાં ધંધો કરી કમાણી રોળી લીધા બાદ યુનિવર્સિટીને ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા બાદ યુનિવર્સિટીનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. યુનિવર્સિટીના સત્તાધીઓએ પણ રૂપિયા વસૂલવા માત્ર નોટિસ ફટકારી છે. માત્ર નોટિસ ફટકારીને યુનિવર્સિટીના સત્તાધીશોએ સંતોષ માન્યો છે.

VTV NEWSની ટીમ સાથે દાદાગીરી
ભાડું ન ચૂકવવા સાથે લલ્લુજી એન્ડ સન્સે કન્વેન્શન હોલની હાલત બિસ્માર કરી નાખી છે. લલ્લુજી એન્ડ સન્સે કન્વેન્શન હોલની દિવાલો જર્જરિત કરી નાખી છે. લલ્લુજી એન્ડ સન્સે કન્વેન્શન હોલમાં વાયર પણ ખુલ્લા રાખ્યા છે. હોલ રિપેર કરવાની જવાબદારી લલ્લુજી એન્ડ સન્સની હોય છે. લલ્લુજી એન્ડ સન્સનો 30 એપ્રિલે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થવામાં હજુ 5 દિવસની બાકી હોવા છતાં ઓફિસને તાળા લગાવ્યા છે. હાજર રહેનારા વ્યક્તિ પાસે VTV NEWSની ટીમે જવાબ માગતા લલ્લુજી એન્ડ સન્સના માણસો દાદાગીરી પર ઉતરી ગયા હતા. 

કન્વેન્શન હોલની દિવાલો જર્જરિત

લલ્લુજી એન્ડ સન્સ નથી આપ્યું યોગ્ય જવાબ
ચોરી ઉપર સે સિનાજોરીની માફક ભાડુ ન આપ્યું હોવા છતાં લલ્લુજી એન્ડ સન્સ કંપની યોગ્ય જવાબ ન આપતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ તેની વિરુદ્ધ પગલાં લેવામાં હાથ ધસી રહ્યા છે. મહત્વનું છે કે લલ્લુજી એન્ડ સન્સ કંપની આગાઉ પણ વિવાદમાં આવી હતી. જેમાં ગુજરાત સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં દાહોદ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું ટેન્ડર મેળવવા જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જેમાં કંપની બ્લેક લિસ્ટ થઈ હોવાનું સંતાડ્યું હતું.

શું છે સમગ્ર મામલો
- લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીને લગાડ્યો છે ચૂનો
- યુનિવર્સિટીનું જાણીતુ કન્વેન્શન સેન્ટર 5 વર્ષ ચલાવ્યું જેમાંથી 3 વર્ષના યુનિવર્સિટીને પૈસા જ ન આપ્યા
- લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને ભાડૂ 2 વર્ષ જ ચૂકવ્યું
- યુનિવર્સિટીને વાર્ષિક 12 કરોડ રૂપિયા આપવાના હતા એ 3 વર્ષ સુધી ન આપ્યા
- 3 વર્ષ સુધી કન્વેન્શન સેન્ટરમાં ધંધો કર્યો, કરોડો કમાયા પણ યુનિવર્સિટીને ઠેંગો બતાવ્યો
- યુનિવર્સિટીના સત્તાધીશોએ રિકવરી માટે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો 
- સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા અને યુનિવર્સિટીને ફદીયું પણ ન મળ્યું
- કોરોનાકાળથી લલ્લુજી એન્ડ સન્સે નથી આપ્યું ભાડુ 
- છતાં લલ્લુજી એન્ડ સન્સ નથી આપી રહ્યું યોગ્ય જવાબ 
- 30 એપ્રિલે લલ્લુજી એન્ડ સન્સનો કોન્ટ્રાકટ થઇ રહ્યો છે પૂર્ણ 

સળગતા સવાલ
- ગુજરાત યુનિવર્સિટી લલ્લુજી એન્ડ સન્સ પાસેથી ભાડું વસૂલશે?
- વિદ્યાર્થી પાસેથી લેટ ફી વસૂલનારી યુનિ.લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી કરશે?
- 3 વર્ષ સુધી ભાડું ન ચૂકવ્યું છતાં યુનિવર્સિટીએ કેમ કાર્યવાહી ન કરી?
- શું કોઈ યુનિવર્સિટીના માણસ જ લલ્લુજી એન્ડ સન્સને છાવરે છે?
- લલ્લુજી સન્સ કન્વેન્શન હોલને રિપેર કરશે?
- કોન્ટ્રાક્ટ હજુ પૂર્ણ નથી થયો તો પણ ઓફિસને તાળા કેમ માર્યા?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ