બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Lahiru Thirimane world champion cricketer is fighting for his life, hospitalized after an accident

ક્રિકેટ / અકસ્માત બાદ નર્ક બની આ વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરની જિંદગી, મંદિર જતાં સમયે કારનો ભુક્કો થઈ ગયો

Pravin Joshi

Last Updated: 08:23 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકન ક્રિકેટર લાહિરુ થિરિમાને રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. થિરિમાને 2014માં T20 વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમનો ભાગ હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની સેમીફાઈનલ મેચમાં તેણે 44 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને ગુરુવારે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. લાહિરુની કાર સામેથી આવતી એક લારી સાથે અથડાઈ હતી. આ અકસ્માત શ્રીલંકાના ઉત્તર-મધ્ય શહેર અનુરાધાપુરા પાસે થયો હતો. અકસ્માત બાદ થિરિમાનેને અનુરાધાપુરા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થિરિમાનેની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી, પરંતુ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. થિરિમાનેની કારમાં સવાર અન્ય એક મુસાફરને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થિરિમાને તેમના પરિવાર સાથે મંદિર જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો.

બધા સલામત અને સ્વસ્થ છે

લાહિરુ થિરિમાને લિજેન્ડ્સ લીગ ટ્રોફીમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો હતો. ફ્રેન્ચાઇઝી દ્વારા થિરિમાને સંબંધિત અપડેટ જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે તમને જણાવવા માંગીએ છીએ કે લાહિરુ થિરિમાને તેમના પરિવાર સાથે મંદિર જઈ રહ્યા હતા અને રસ્તામાં કાર અકસ્માતનો ભોગ બન્યા. તેમને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ બધા સલામત અને સ્વસ્થ છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ વ્યક્ત કરેલી ચિંતા અને સમર્થનની અમે પ્રશંસા કરીએ છીએ.

વધુ વાંચો : 42મી વાર મુંબઇ બન્યું ચેમ્પિયન, જીત્યું રણજી ટ્રોફી, ફાઇનલમાં વિદર્ભની ટીમને ધૂળ ચટાડી

થિરિમાનેનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ 

34 વર્ષીય લાહિરુ થિરિમાનેએ શ્રીલંકા માટે 44 ટેસ્ટ મેચ રમી અને 2088 રન બનાવ્યા જેમાં 3 સદી અને 10 અડધી સદી સામેલ છે. થિરિમાનેના નામે 127 ODI ઈન્ટરનેશનલ મેચોમાં 3194 રન છે. થરીમાનેએ વન-ડે ઈન્ટરનેશનલમાં 4 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. થિરિમાનેએ T20 ઈન્ટરનેશનલમાં 291 રન બનાવ્યા હતા. થિરિમાને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે ભારત સામે બેંગલુરુમાં રમી હતી. લાહિરુ થિરિમાને 2014માં T20 વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમનો ભાગ હતો. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની સેમીફાઈનલ મેચમાં તેણે 44 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ