બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Lack of rain in districts including Bhavnagar, Amreli, Banaskantha, Agriculture Minister said CM is also worried

ગુજરાત / ભાવનગર, અમરેલી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદની ઘટ, કૃષિમંત્રીએ કહ્યું CM પણ છે ચિંતિત; સુરેન્દ્રનગરમાં વધુ વરસાદના કારણે પાક ધોવાયો

Dinesh

Last Updated: 08:01 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

farmar news : પાટણ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના કેટલાક તાલુકામાં વરસાદ ખેંચાયો છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે

  • વરસાદ ખેંચાતા ખેડૂતોને નુક્સાનીનો ડર
  • મગફળી, બાજરી, કપાસના પાકમાં નુક્સાન
  • વરસાદ ખેંચાતા ઉભા પાકને લઇ ચિંતા વધી છે: મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા હતા. જો કે ફરી મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. પરંતુ હજુ પણ કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. પાટણ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના કેટલાક તાલુકામાં વરસાદ ખેંચાયો છે. જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાટણના સરસ્વતી તાલુકામાં 80 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ ભાવનગરના તળાજા, ઘોઘા અને જેસર તેમજ પાલીતાણા તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 50 ટકા જ વરસાદ થયો છે. તો અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતે અનરાધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા 1 મહિનાથી વરસાદ ન વરસતાં ખેડૂતોનો ઉભો પાક સુકાઇ રહ્યો છે. બનાસકાંઠાના પણ કેટલાક તાલુકામાં વરસાદ ખેંચાયો છે. આમ હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે.

ભાવનગરમાં વરસાદની ઘટ
ભાવનગર જિલ્લામાં કેટલાંક તાલુકાઓમાં 50 ટકા જ વરસાદ નોંધાયો છે. ઘોઘા,તળાજા, જેસર અને ગારિયાઘરમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં ફક્ત 400 મીમી વરસાદ નોંધાયો છે. ખેડૂતો વરસાદના બીજા રાઉન્ડની રાહ જોઈને બેઠા છે. વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. ઘોઘામાં કેનાલમાં પાણી ન આવતી હોવાની રજૂઆત કરાઈ છે. 

વરસાદની ઘટ અંગે મંત્રી રાઘવજી પટેલનું નિવેદન
વરસાદની ઘટ અંગે રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાતા ઉભા પાકને લઇ ચિંતા વધી છે. મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોની ચિંતા કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે, જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવામાં આવે છે
 

મંત્રી રાઘવજી પટેલ

સુરેન્દ્રનગરમાં વરસાદથી ખેડૂતોને નુકસાન
સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 દિવસના વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ભારે પવન સાથે વાવાઝોડાની જેમ વરસાદ ત્રાટકતાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તલનો તૈયાર પાક ભારે પવન અને વરસાદમાં ધોવાયો છે તેમજ પવનને કારણે જુવાર-કપાસનો પાક નમી જતાં ભારે નુકસાન થયું છે. જિલ્લાના 6 લાખ હેક્ટરમાં કપાસ, જુવાર, અને તલનું વાવેતર પ્રભાવિત છે.

વરસાદ ન વરસતાં પાક સુકાઈ રહ્યાં છે
અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતે અનરાધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા 1 મહિનાથી વરસાદ ન વરસતાં ખેડૂતોનો ઉભો પાક સુકાઇ રહ્યો છે. છેલ્લા એક માસથી વરસાદ વિના  કપાસ, મગફળી સહિતનો ઉભો પાક મૂરઝાવા લાગ્યો છે. અમરેલી જિલ્લામાં કપાસનું સાડા 4 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. બીજી બાજુ મગફળીનું દોઢ લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે. ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતાં દવા, ખાતર અને બિયારણ સહિતનો ભારે ખર્ચ કર્યો હતો. જો કે છેલ્લા એક મહિનાથી કોરાધાકોર આકાશએ ખેડૂતોને મોટી ચિંતામાં મુકી દીધા છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગની આગાહીને લઇ સારા વરસાદનો આશાવાદ સેવી રહ્યા છે.
 

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી થઇ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ હતો. બનાસકાંઠામાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી બાજરી કપાસ ગવાર સહિત અનેક શાકભાજીનું મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતુ. પરંતુ તે બાદ વરસાદ ખેંચાઇ જતા હાલમાં ખેડૂતોનો પાક બળી ગયો છે તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાનો ડર જોવા મળી રહ્યો છે. હાલમાઅત્યારે હાલ તો ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ મહિનામાં સારો વરસાદ થાય નહિતર ખેડૂતોના ખેતરમાંથી 40 ટકા જેટલો પાક સુકાઇ જવાનો તેમને ડર છે. બીજી તરફ ખેડ઼ૂતોની એ પણ ફરિયાદ છે કે, સરકારે તો આઠની જગ્યાએ દસ કલાક વીજળી આપવાની વાત કરી છે. પણ હજુ સુધી આઠ કલાક જ વીજળી મળી રહી છે. જેને કારણે પણ ખેડૂતો દુખી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ