બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Laborer killed 2 burnt, cotton groundnuts soaked in Jasdan yard in Amreli

આફતનો 'વરસાદ' / અમરેલીમાં અવકાશી વીજળી કાળ બનીને ત્રાટકતા મજૂરનું મોત, 2 દાઝ્યા, તો જસદણ યાર્ડમાં કપાસ-મગફળીનો જથ્થો પલળ્યો

Kishor

Last Updated: 10:46 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે અમરેલીના ધારી પંથકમાં બે સ્થળોએ વીજળી પડતા ખેતમજૂરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 2ને ઈજા પહોંચી હતી.

  • અમરેલીના ધારી પંથકમાં આકાશી વીજળીનો કહેર
  • એક ખેતમજૂરનું ઘટનાસ્થળે મૃત્યુ, અન્ય 2ને ઈજા
  • જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળી પલળી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇને છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે અમુક શહેરોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને ખેતરોમાં પાક નુકસાની પણ ભીતિ સેવાઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે આજે અમરેલીના ધારી પંથકમાં આકાશી વીજળીનો કહેર જોવા મળ્યો હતો, જેમાં એક ખેતમજૂરનું મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.

ITI ની પાછળ ખેતરમાં અવકાશી વીજળી ત્રાટકી
અમરેલીના ધારી પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે જુદા જુદા 2 સ્થળોએ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. હરીપરા નજીક આવેલ ITI ની પાછળ ખેતરમાં અવકાશી વીજળી ત્રાટકી હતી. ખેડૂતો અને ખેતમજૂર પર આકાશી વીજળી પડતાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં એક ખેતમજૂરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે  અન્ય 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  વધુમાં ધારીના ખીચા ગામે મકાન પર વીજળી પડી હતી. જેને લઇને મકાનના વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા. 

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો 
આજે અમરેલીમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમા સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં અડધો કલાકથી વધુ સમય સુધી વરસાદ શરૂ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત ગાજવીજ સાથે સાવરકુંડલાના વિસ્તારોમાં વરસાદ પડતાં પાક નુકસાનીના ડરને લઇને ખેડૂતોમાં ચિંતા જન્મી હતી. ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં વરસાદ ખાબક્યો હતો.ઉકળાટ બાદ અચાનક  વાતાવરણ પલટાયું હતુ અને કમોસમી વરસાદ તુંટી પડ્યો હતો.
 
જસદણમાં માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી 
તો વરસાદી વાતાવરણમાં જસદણમાં માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી હતી. વરસાદી જાપટુ વરસતા માર્કેટ યાર્ડમાં મગફળી બોરી અને કપાસની ગાંસડી પલળી ગઇ હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી છતાં મગફળી અને કપાસનો જથ્થો બહાર પડ્યો હતો. આ દરમિયાન ભારે વરસાદ આવતા સેંકડો બોરી અને ગાંસડી પલળી ગઇ હતી.જેને લઇને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ