બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kuwarji bavaliya audio clip gets viral

વાયરલ / AUDIO: હું કાકો નથી તારો... ખાવાનો વારો આવશે: ગટર મુદ્દે કુંવરજી બાવળિયાની કથિત ક્લીપ વાયરલ

Khyati

Last Updated: 12:26 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની તાલુકા પંચાયતના સભ્યને ધમકી આપતી ઓડિયો ક્લિપ થઇ વાયરલ

  • પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
  • તાલુકા પંચાયતના સભ્યને ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ
  • જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાને ફેંક્યો હતો પડકાર

ચૂંટણીને લઇને ચાલી રહેલા રાજકારણ વચ્ચે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે.  કુંવરજી બાવળિયા અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં ગટરની નબળી કામગીરી મુદ્દે સભ્યે આક્ષેપ કર્યો હતો જે અંગેની વાતચીતમાં આરટીઆઇ કરવાની વાત આવતા પૂર્વ મંત્રી કુંવરજીબાવળિયા લાલઘૂમ થયા હતા.

"પૈસા માગી અને RTI કરાવશો તો માર ખાવાનો વારો આવશે"

ઓડિયો ક્લિપની વાતચીત મુજબ મહિલા સભ્યના પતિએ ગટરની નબળી કામગીરી મુદ્દે આક્ષેપ કર્યો હતો. જે મામલે કુંવરજી બાવળિયાએ જાહેરમાં ચર્ચા કરવા માટે જણાવ્યુ. લાગતા વળગતા અધિકારીઓને હાજર રાખીને ત્રણ ચાર દિવસમાં હું આવુ એટલે જાહેરમાં જ તમામને ખુલ્લા પાડવા જણાવી રહ્યા હતા. વાતચીત દરમિયાન મહિલા સભ્યના પતિ જ્યારે કુંવરજી બાવળિયાને કાકા કહે છે ત્યારે પણ તેઓ આકરા થઇને જણાવે છે કે હું કાકો નથી તારો.ત્યારબાદ વાતચીત દરમિયાન મહિલા સભ્યના પતિએ RTI કરવાની વાત કરી તો કુંવરજી બાવળિયા ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે એક તો પૈસા માગો છો અને RTI પણ કરાવશો તો માર ખાવાનો વારો આવશે.  

 

વીટીવી ઑડિયો ક્લિપની પુષ્ટિ કરતુ નથી

પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચા જગાવી છે..  ભવાનજીભાઇ સરવૈયા સાથે કુંવરજીબાવળિયા વાત કરી રહ્યા હોય તેવો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે.  પૈસા માગવા અને આરટીઆઇ કરવી આ બાબતે કુંવરજીબાવળિયા ધમકી આપી રહ્યા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેની વીટીવી પુષ્ટિ કરતુ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ