બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch last 5 days 140 drug packets after Agencies on alert

VTV ઈન્વેસ્ટીગેશન / ડ્રગ્સની ડિલિવરીનું હબ કેમ બન્યું કચ્છ? શું 70ના દાયકાનો સિલ્કરૂટ ફરી સક્રિય? હજુ કેમ ઝડપાયા નથી મોટા માથા?

Dinesh

Last Updated: 06:29 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch news : કચ્છમાં છેલ્લા 5 દિવસમાં 140થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવતાં એજન્સીઓ એલર્ટ પર છે, આમ દરિયા કિનારેથી ચરસ અને નશીલા પદાર્થો બિન વારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત છે

 

  • કચ્છ બની રહ્યું છે ડ્રગ્સનો સિલ્કરૂટ?
  • છેલ્લા 5 દિવસમાં 140 પેકેટ ડ્રગ્સ જપ્ત 
  • ડ્રગ્સ કોણ મગાવી રહ્યું છે તે અંગે પોલીસ અજાણ


Kutch news : પશ્ચિમ કચ્છમાં 70ના દાયકામાં પાકિસ્તાન રૂટથી થઇ રહેલી દાણચોરીનો રૂટ હવે ડ્રગ્સ માટે ફરી શરૂ થયો હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે કચ્છના દરિયાકિનારે ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો રોકાવાનું નામ લઇ રહ્યો નથી. કચ્છમાં છેલ્લા 5 દિવસમાં 140થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવતાં એજન્સીઓ એલર્ટ પર છે. 

ડ્રગ્સ મળવાનો સિલસિલો
કચ્છનો દરિયો જાણે ડ્રગ્સનો દરિયો બન્યો હોય તે રીતે સતત નશીલા પદાર્થો મળી રહ્યા છે. કચ્છમાં 8 ઓગસ્ટે પણ મુન્દ્રા પોર્ટ પરથી DRIએ કન્ટેનરમાં લાકડાની આડમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને 10.50 કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપી પાડ્યું હતું. તો અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ BSFના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા. 14 ઓગસ્ટે જખૌ દરિયા કિનારાથી 11 કિમી દૂર કુંડી બેટ ઉપરથી "ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી"નું લખાણ લખેલા ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 13 ઓગસ્ટે ખિદરત બેટ પાસેથી પીળા રંગની પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા કુલ 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા.

ડ્રગ્સ હેરાફેરીના મોટા મગરો પોલીસ પહોંચથી દૂર?
આ તમામ પેકેટ ઉપર 'ઉડતા ગરુડ'નું ચિત્ર જોવા મળ્યું હતું. આમ કચ્છના દરિયા કિનારેથી ચરસ અને નશીલા પદાર્થો બિન વારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છના પશ્ચિમ કિનારા પર છાશવારે તણાઇને આવતા ડ્રગ્સના પેકેટ કચ્છમાં રિસિવ કોણ કરે છે અને ક્યાં જાય છે તેને લઇને એજન્સીઓને ખાસ મોટી સફળતા મળી નથી. ડ્રગ્સની હેરાફેરી કરનાર મિડલ મેન વિશે કોઇ માહિતી બહાર આવી રહી નથી કે ન તો ડ્રગ્સ મગાવનારા મોટા મગરો પકડમાં આવી રહ્યા છે. ત્યારે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા સામે ન પકડાયેલો જથ્થો કેટલો હશે તેનો ફક્ત અંદાજો જ લગાવી શકાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ