બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Kundali bhagya fame actress akankasha juneja duped online ru 30 thousand

મનોરંજન / ઓનલાઇન ઓર્ડરની લ્હાયમાં 'કુંડલી ભાગ્ય' ફેમ એક્ટ્રેસ સાથે ઠગાઇ, લાગ્યો આટલાં હજારનો ચૂનો

Arohi

Last Updated: 11:50 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akankasha Juneja: એક્ટ્રેસ આકાંક્ષા જુનેજા સાઈબર ઠગીનો શિકાર થઈ ગઈ છે. આકાંક્ષાએ જણાવ્યું કે તેના કારણે તેના એકાઉન્ટમાંથી 30 હજાર રૂપિયા કપાઈ ગયા છે. એક્ટ્રેસે લોકોને ઓનલાઈન ફ્રોડથી એલર્ટ રહેવાની સલાહ આપી છે.

  • આકાંક્ષા જુનેજા સાઈબર ઠગીનો શિકાર 
  • એકાઉન્ટથી 30 હજાર રૂપિયા ઉડી ગયા 
  • એક્ટ્રેસે લોકોને ફ્રોડથી એલર્ટ રહેવાની આપી સલાહ 

દેશમાં સાઈબર ક્રાઈમના કેસ વધતા જઈ રહ્યા છે. સામાન્ય માણસ જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ ચુક્યા છે. હવે આ લિસ્ટમાં એક્ટ્રેસ આકાંક્ષા જુનેજાનું નામ પણ શામેલ થઈ ગયું છે. આ બન્ને 'કુંડલી ભાગ્ય' સીરિયલમાં નિધિના રોલમાં પોપ્યુલારિટી હાસિલ કરી રહેલી આકાંક્ષાએ ભોજન ઓર્ડર કરતી વખતે 30 હજાર રૂપિયાના ફ્રોડનો ખુલાસો કર્યો છે. 

આકાંક્ષા જુનેજા થઈ સાઈબર ફ્રોડનો શિકાર 
એક રિપોર્ટ અનુસાર આકાંક્ષા જુનેજાએ ઘટના વિશે જણાવતા કહ્યું, "દરરોજ આપણે સાઈબર ફ્રોડના કેસ સાંભળીએ છીએ અને એલર્ટ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આજકાલ ફ્રોડ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે તમને છેતરવા માટે નવી નવી રીત શોધે છે."

એક્ટ્રેસે જણાવ્યું, "એક વખત ભોજન ઓર્ડર કરતી વખતે મને એક કંપનીના નંબરથી કોલ આવ્યો. જ્યાં તે શખ્સે મને ઓર્ડર કંફર્મ કરવા માટે મારા નંબર પર મોકલેવી લિંક પર ક્લિક કરવા કહ્યું. મેં તેને આમ કરવાની જરૂર વિશે પુછ્યું પરંતુ તેમણે મને જણાવ્યું કે ફૂડ કંફર્મ કરવું અને ઓર્ડર કરવાનું નવું પ્રોટોકોલ છે. અને જેવું મેં તે લિંક પર ક્લિક કર્યું. મારા એકાઉન્ટમાંથી દર 5 મિનિટમાં 10 હજાર કપાતા હતા."

એક્ટ્રેસે આગળ જણાવ્યું, "હું બસ વિચારી રહી હતી કે આ કેમ થઈ રહ્યું છે? પછી ત્યારે જ મને એક લિંક પર ક્લિક કરવાનું યાદ અપાવવામાં આવ્યું અને તેમને મારૂ એકાઉન્ટ બ્લોક કરવા માટે કહ્યું. આ બધાની વચ્ચે મેં ત્રીસ હજાર ગુમાવી દીધા હતા. તો હકીકતમાં મારા માટે નિરાશાજનક હતું કારણ કે મહેનતની કમાણીના પૈસા જ્યારે કારણ વગર જતા રહે તો ખૂબ દુખ થાય છે. "

આકાંક્ષાએ લોકોને આપી ચેતાવણી 
લોકોને ઓનલાઈન ફ્રોડ વિશે ચેતાવણી આપતા આકાંક્ષાએ કહ્યું, "લોકોને આજકાલ થતા ઓનલાઈન સ્કેમથી ખૂબ સાવધાન રહેવું જોઈએ. ફ્રોડે મને જે લિંક મોકલી હતી તેનાથી તેને મારો ફોન હેક કરવામાં મદદ મળી. હજુ પણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક ન કરવું જોઈએ કારણ કે આજકાલ ફ્રોડ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે સરળતાથી તમને છેતરી શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ