બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરત / Kumar Kanani expressed displeasure over Varachha ticket issue

ગુજરાત ચૂંટણી / સમાજના આગેવાન કે ઉદ્યોગપતિ ટિકિટ માંગે તો પાર્ટીએ વિચારવું, ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

Dinesh

Last Updated: 02:47 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરની બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી, વરાછાની ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી

 

  • સુરત શહેરની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
  • વરાછાની ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી
  • શા માટે કોઈ ઉદ્યોગપતિ ને ટિકિટ આપવી જોઈએ ?: કાનાણી


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા પ્રચારથી લઈ બેઠકોનો જોર શરૂ કરી દીધુ છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે સુરતની 12 બેઠકોના ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વરાછા બેઠકની ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારજગી વ્યક્ત કરી છે.

ટિકિટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી
વરાછામાં હીરા ઉદ્યોગપતિને ટીકીટ મુદ્દે કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, શા માટે કોઈ ઉદ્યોગપતિ ને ટીકીટ આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું મારી નારાજગી હાઇકમાન્ડ સમક્ષ પણ રજૂ કરીશ. કાનાણીએ સવાલ કર્યો હતો કે, ઉદ્યોગકારોના નેતાને શેનું પ્રતિનિધિત્વ? તેમણે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરને ટીકીટ આપે તેવી રજૂઆત કરીશ. તેમણે ઉમેર્યું કે, જેને ભાજપ સાથે લેવાદેવા નથી તેને શા માટે ટીકીટ આપે છે. ઉલ્લેખનીય છે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે

"વાત નિરીક્ષકો સામે રજૂ કરી છે"
કુમાર કાનાણી જણાવ્યું હતું કે, નિરીક્ષકો સામે મે દાવેદારી નોંધાવી છે અને 10 વર્ષથી ભાજપના ધારાસભ્ય તરીકે વરાછા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યુ છે તેમણે કહ્યું કે, મે મારી વાત નિરીક્ષકો સામે રજૂ કરી છે અને ભાજપનો કોઇ પણ કાર્યકર્તા માગી શકે છે ટિકિટ તેમણે જણાવ્યું કે, કાયકર્તા ટિકિટ માગે તેમાં કોઇ વિરોધ ન હોય શકે અને 12 મહિના સુધી ભાજપનો કાર્યકર્તા જમીન પર કામ કરે છે તેમણે કહ્યું કે, કોઇ પણ જવાબદારી કાર્યકર્તા કરતો હોય છે પણ ચૂંટણી આવે ત્યારે દાવેદારી માટે રાફડો ફાટે છે તેમણે જણાવ્યું કે, કાર્યકર્તા સિવાય કોઇ ટિકિટ માગે તો પાર્ટીએ વિચાર કરવો જોઇએ તેમણે જણાવ્યું હતું કે, સમાજનો આગેવાન કે ઉદ્યોગપતિ ટિકિટ માગે તો પાર્ટીએ વિચારવું જોઇએ.

સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં સુરતની 12 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના રોડ પર ભાજપના કમલમ કાર્યલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એકસાથે 2 વિધાનસભાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે. ઉધના, વરાછા બેઠકના દાવેદારોને સેન્સ લેવામાં આવી રહ્યાં છે. બપોરે બાદ મજુરા, કરંજ બેઠકના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંજે 5:30 વાગ્યે ચોર્યાસી, કતારગામ બેઠકના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ