બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli's RCB and Rohit's MI and RR clash for IPL Playoffs, know who's chance

IPL 2023 / IPL Playoffs માટે કોહલીની RCB અને રોહિતની MI તથા RR વચ્ચે ટક્કર, જાણો કોના કેટલા ચાન્સ! બની રહ્યા છે 6 સમીકરણ

Megha

Last Updated: 01:13 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચી ગઈ. હવે એક સ્લોટ માટે – મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ રેસમાં છે.

  • ત્રણ ટીમ આઈપીએલ 2023 પ્લેઓફમાં પહોંચી ગઈ
  • હવે માત્ર એક સ્લોટ માટે ત્રણ ટીમ વચ્ચે રેસ 
  • કઈ ટીમની પ્લેઓફમાં પહોંચવાની પ્રબળ તક જાણો

ત્રણ ટીમ આઈપીએલ 2023 પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ (GT) પ્રથમ સ્થાને, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બીજા સ્થાને અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ત્રીજા સ્થાને છે. હવે માત્ર એક સ્લોટ બાકી છે જ્યારે ત્રણ ટીમો – મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) રેસમાં છે. લીગ સ્ટેજ રવિવારે (21 મે) ના રોજ સમાપ્ત થશે અને તેની સાથે જ છેલ્લા ચારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 

શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે તેમની છેલ્લી મેચો જીતીને પ્લેઓફની ટિકિટ બુક કરી હતી. લખનૌ અને ચેન્નાઈ બંનેના 17-17 પોઈન્ટ સમાન હતા. પરંતુ, વધુ સારા નેટ રન રેટને કારણે, ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને હવે ક્વોલિફાયર-1માં, તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે.

કઈ ટીમની પ્લેઓફમાં પહોંચવાની પ્રબળ તક છે, શું છે સમીકરણો?

પહેલું સમીકરણઃ મુંબઈ-બેંગ્લોર બંને જીતી જાય તો શું થશે?
જો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બંને તેમની છેલ્લી લીગ મેચ જીતે તો બંને ટીમોના 16-16 પોઈન્ટ હશે. પણ આ સ્થિતિમાં RCBને ફાયદો થશે, કારણ કે તેનો નેટ રન રેટ મુંબઈ કરતા સારો છે અને તે પ્લેઓફમાં ક્વોલિફાય થનારી ચોથી અને છેલ્લી ટીમ બની જશે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી આગળ રહેવા માટે મુંબઈ ઈન્ડિયન્સને સનરાઈઝર્સ હૈદરાબાદને ઓછામાં ઓછા 79 રનથી હરાવવું પડશે.

બીજું સમીકરણ: જો મુંબઈ કે બેંગ્લોર જીતે તો?
જો મુંબઈ કે બેંગ્લોર બંનેમાંથી કોઈ એક જીતે તો તે 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં ક્વોલિફાઈ થઈ જશે. પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે શ્રેષ્ઠ સમીકરણ એ છે કે બેંગલોર તેની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું.

ત્રીજું સમીકરણ: મુંબઈ અને બેંગ્લોર બંને હારી જાય તો?
રાજસ્થાન રોયલ્સ આ પરિણામની અપેક્ષા રાખશે કારણ કે જો આવું થાય તો જ રાજસ્થાન માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ ખુલી શકે છે. જો આમ થશે તો મુંબઈ, બેંગ્લોર અને રાજસ્થાન ત્રણેયના સમાન 14-14 પોઈન્ટ હશે અને મુંબઈ ખરાબ રન રેટના કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

ચોથું સમીકરણ: જો મુંબઈ-હૈદરાબાદ વચ્ચેની હરીફાઈ અનિર્ણિત રહે તો?
આ કિસ્સામાં, જો RCB તેની છેલ્લી મેચ જીતે છે તો તે ક્વોલિફાય થશે. જો આમ નહીં થાય તો મુંબઈ પ્લેઓફમાં ચોથી ટીમ બની જશે.

પાંચમું સમીકરણ: જો બેંગ્લોર-ગુજરાત મેચ અનિર્ણિત રહે તો? 
જો આમ થશે તો મુંબઈ ક્વોલિફાય થશે, જો તે હૈદરાબાદને હરાવશે. અન્યથા બેંગલોરની ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરશે

છઠ્ઠું સમીકરણઃ મુંબઈ-બેંગ્લોરની બંને મેચ અનિર્ણિત રહે તો?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સારી નેટ રન રેટના આધારે પ્લેઓફમાં ક્વોલિફાય થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ