બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / 'Kohli played Mahi's shot': Virat hits Dhoni's helicopter shot in the field, the ball lands 97 meters away, VIDEO goes viral

ક્રિકેટ / 'કોહલીએ માહીનો શોટ રમ્યો' : વિરાટે મેદાનમાં માર્યો ધોનીનો હેલિકોપ્ટર શોટ, 97 મીટર દૂર પડ્યો બોલ, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:48 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલીએ મેચમાં 110 બોલમાં અણનમ 166 રન બનાવ્યા હતા જેમાં 8 સિક્સ અને 13 ફોર ફટકારી હતી, આ ઈનિંગ દરમિયાન કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલમાં પોતાનો હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો.

  • કિંગ કોહલીએ ફરી તેના જૂના અંદાજમાં દેખાયો
  • કોહલીએ રમ્યો માહીનો શોટ 
  • કોહલીના હેલિકોપ્ટર શોટનો વીડિયો થયો વાયરલ

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે ત્રીજી વનડેમાં શ્રીલંકાને 317 રને હરાવ્યું છે. ODI ઈતિહાસમાં આ સૌથી મોટી જીત ગણાવામાં આવે છે. ભારતે 317 રનથી શ્રીલંકાને હરાવી શ્રેણી 3-0થી જીતી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા એ શ્રીલંકાને 391 રનના ટાર્ગેટનો આપ્યો હતો જે સામે શ્રીલંકાની ટીમ 73 રનમાં સમેટાઈ ગઈ હતી. 

કિંગ કોહલીએ ફરી દેખાયો તેના જૂના અંદાજમાં 
વિરાટ કોહલી ફરી એકવાર પોતાના જૂના રંગમાં દેખાવા લાગ્યો છે અને સતત પોતાના બેટથી સદી ફટકારી રહ્યો છે. કોહલીએ પોતાનું વિસ્ફોટક ફોર્મ જારી રાખતાં રવિવારે શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારી છે. 10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 85 બોલમાં સદી ફટકારતાં જ કોહલીની ઈન્ટરનેશનલ કરિયરમાં 46 સદી પૂરી થઈ છે. ભારતીય ઇનિંગ્સમાં વિરાટ કોહલી આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. 

કોહલીએ માહીનો શોટ રમ્યો
કોહલીએ મેચમાં 110 બોલમાં અણનમ 166 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 સિક્સ અને 13 ફોર ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલમાં પોતાનો હેલિકોપ્ટર શોટ પણ માર્યો હતો. આ શોટ એટલી તાકાતથી મારવામાં આવ્યો હતો કે બોલ 97 મીટર દૂર પડ્યો હતો.હાલ સોશ્યલ મીડિયા પર તેના આ શૉટનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. કિંગ કોહલી પોતાની ઇનિંગ દરમિયાન 44મી ઓવરના ત્રીજા બોલ પર આ શોટ માર્યો હતો. રજીથા ઓવરો કરી રહ્યો હતો અને વીડિયોમાં સાંભળી શકાય છે કેકોમેન્ટેટર્સ પણ કહી રહ્યા છે કે કોહલીએ માહીનો શોટ રમ્યો છે.

વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો 
- ગઈકાલની મેચમાં ઘરઆંગણે વિરાટ કોહલીની આ 21મી ODI સદી હતી એનએ એ સાથે જ કોહલી ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.  જણાવી દઈએ કે આ વાતમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને ભારતીય ધરતી પર કુલ 20 ODI સદી ફટકારી છે.

- આ સાથે જ વિરાટ કોહલીએ શ્રીલંકા ટીમ સામે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. જણાવી દઈએ કે કોહલીએ વનડેમાં શ્રીલંકા સામે 10 સદી  ફટકારી છે અને આ  ફોર્મેટના ઈતિહાસમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પણ 9 સદી ફટકારી છે, જ્યારે તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે એટલી જ સદી ફટકારી છે. પ્રથમ વનડેમાં સદી ફટકારવાની સાથે કોહલીએ શ્રીલંકા સામે સૌથી વધુ સદી ફટકારવાનો સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

- સદી સાથે વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. હવે તે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ પોતાની શતકીય ઇનિંગમાં મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ અત્યાર સુધી વન-ડેમાં 46, ટેસ્ટમાં 27 અને T20 આંતરરાષ્ટ્રીયમાં એક સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ