બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / know what are the real benefits of nitrogen gas in tyres

કાર ટિપ્સ / શું તમે જાણો છો? ટાયરમાં નાઇટ્રોજન હવા ભરાવવાનું મહત્વ, ફાયદા જાણીને ખુશ થઇ જશો

Manisha Jogi

Last Updated: 11:20 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન બદલાવાના કારણે તેની અસર વાહનના એન્જિનથી લઈને ટાયર પર પણ અસર થાય છે. જેના કારણે ટાયર ફાટવાની શક્યતા વધી જાય છે. જેથી તમારે તમારી કારનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • બદલાતી ઋતુમાં વાહનનું ધ્યાન રાખવું જરૂરી
  • હવામાન બદલાવાના કારણે ટાયર પર પણ અસર થાય છે
  • જેના કારણે ટાયર ફાટવાની શક્યતા વધી જાય છે

હવામાનમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે અને ધીરે ધીરે ઠંડી વધી રહી છે. બદલાતી ઋતુમાં તમારે તમારી સાથે સાથે તમારા વાહનનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવામાન બદલાવાના કારણે તેની અસર વાહનના એન્જિનથી લઈને ટાયર પર પણ અસર થાય છે. જેના કારણે ટાયર ફાટવાની શક્યતા વધી જાય છે. જેથી તમારે તમારી કારનું ધ્યાન રાખવું જરૂરી છે.

ટાયર મેઈન્ટેઈન કેવી રીતે રાખવું?
બદલાતી ઋતુમાં ટાયરની હવા પર ધ્યાન આપવું જોઈએ. તમે તમારી કારના ટાયરમાં કઈ હવા ભરો છો તેના પરથી નક્કી થાય છે કે, ટાયર ટકી શકશે કે નહીં. ઘણા લોકો તેમની કારના ટાયરમાં સામાન્ય હવા ભરે છે, જે કારના ટાયર માટે યોગ્ય નથી. કારના ટાયરમાં નાઈટ્રોજન હવા ભરવી યોગ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કારના ટાયરને સુરક્ષિત રાખવા માટે તેમાં નાઈટ્રોજન ગેસ ભરવો જોઈએ.

નાઈટ્રોજન ગેસના ફાયદા
નાઈટ્રોજન ગેસના કારણે ટાયર પર વધુ પ્રેશર આવતું નથી. જેથી ટાયર વધુ સમય સુધી ટકી શકે છે. જેથી કારને માઈલેજ પણ સારી મળે છે અને તે કંટ્રોલ પણ સારો રહે છે.
નાઈટ્રોજન ગેસના ઉપયોગથી હવામાં રહેલ ઓક્સિજન તેમાં ભળી જાય છે. ઓક્સિજનમાં હાજર પાણીની માત્રા પણ દૂર કરે છે, આ ટાયરના રિમ્સને કાટ લાગતો નથી અને ભેજ દૂર થાય છે.

સામાન્ય હવા અને નાઈટ્રોજન ગેસ વચ્ચેનું અંતર
સામાન્ય હવા ટાયરમાં વધુ સમય સુધી રહેતી નથી અને વારંવાર રિફિલિંગ કરવું પડે છે. નાઈટ્રોજન ગેસનો ઉપયોગ ફોર્મ્યુલા વન રેસિંગ કારમાં કરવામાં આવે છે. સામાન્ય હવામાં ભેજ હોવાથી ટાયર બગડી જાય છે અને રિમ તથા એલોય વ્હીલ્સને પણ નુકસાન થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ