બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / know how to fast on this navratri

નવરાત્રી / નવ કે દસ? આ વર્ષે કેટલા દિવસની છે નવરાત્રી? વ્રત રાખતા પહેલા ખાસ જાણી લેજો આ તિથી

Khevna

Last Updated: 04:29 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી દરમિયાન નવમીનાં રોજ પૂજા કરીને વ્રત પારણ કરવામાં આવે છે. જાણો આ પાછળનું કારણ

  • હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ 
  • 26 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રી 
  • નવમીના રોજ પૂજા કરીને વ્રત પારણ કરવામાં આવે છે

 

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું ખૂબ જ મહત્વ હોય છે. તેમાં પણ સૌથી વધારે મહત્વ શારદીય નવરાત્રીનું હોય છે. ભારતીય પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રી અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દશમી પર સમાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી આ મહિને એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને 5 ઓકટોબર સુધી રહેશે. દશમી 5 ઓકટોબરના રોજ છે. 

નવમીનું મહત્વ 
એમ માનવામાં આવે છે કે નવરાત્રિમાં માં દુર્ગા ધરતી પર આવે છે અને પોતાના બધા જ ભક્તો પર કૃપા  વરસાવે છે. નવરાત્રીના 9 દિવસો સુધી માતાના 9 સ્વરૂપોની વિધિ - વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ નવમીના રોજ પૂજા કરીને વ્રત પારણ કરવામાં આવે છે. ઘરોમાં વ્રત પારણ કરતાં પહેલા દેવી સ્વરૂપ કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે. 

આ દિવસે થશે નવમીની પૂજા 
જણાવી દઈએ કે નવરાત્રિમાં 9 દિવસોમાં અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર તિથિઓનાં ઘટવા અથવા વધવાને કારણે અષ્ટમી અને નવમી તિથી આગળ પાછળ થઈ શકે છે. આ વર્ષે મહાષ્ટમી 3 ઓકટોબરના રોજ છે. જ્યારે નવમી 4 ઓકટોબરનાં રોજ છે. આ દિવસે પૂજા કરીને વ્રત પારણ કરવામાં આવે છે. 

મહાનવમી શા માટે મનાવવામાં આવે છે?
હિન્દુ માન્યતાઓ અનુસાર, એમ માનવામાં આવે છે કે એક મહિષાસુર નામનો રાક્ષસ હતો, જેણે ચારે તરફ હાહાકાર મચાવ્યો હતો. તેના પ્રકોપથી બધા જ દેવી-દેવતાઓ પણ પરેશાન હતા. આ રાક્ષસના વધ માટે દેવી આદિશક્તિએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. માં દુર્ગાએ 8 દિવસો સુધી  મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું અને 9માં દિવસે તેનો વધ કર્યો હતો. આ દિવસને મહાનવમી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે માં દુર્ગાનાં સિદ્ધિદાત્રી રૂપની ઉપાસના કરવામાં આવે છે અને નવરાત્રી વ્રત પારણ પણ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ