બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / know about loan tips good credit score help in getting low rate of interest for loan

તમારા કામનું / સારો Credit Score હોવો છે ખૂબ જ જરૂરી, લોન અપ્રૂવલની સાથે મળે છે આ 5 ફાયદા

Arohi

Last Updated: 04:28 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રેડિટ સ્કોર એ એક માપ છે જેના દ્વારા તે જાણી શકાય છે કે વ્યક્તિ તેની લોન લીધા પછી તેની યોગ્ય રીતે ચુકવણી કરે છે કે નહીં.

  • લોન માટે જરૂરી છે આટલી વસ્તુઓ 
  • સારો ક્રેડિટ સ્કોર હોવાના ઘણા છે ફાયદા 
  • જાણો તેના વિશે 

જ્યારે પણ તમે બેંકમાં લોન માટે અરજી કરો છો, ત્યારે સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર એ એક માપ છે જેના દ્વારા તે જાણી શકાય છે કે વ્યક્તિ તેની લોન લીધા પછી તેની યોગ્ય રીતે ચુકવણી કરે છે કે નહીં.

સારા ક્રેડિટ સ્કોરના છે ફાયદા
સારા ક્રેડિટ સ્કોર સાથે કોઈપણ લોન એપ્લાય કરનાર વ્યક્તિ ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મેળવી શકે છે. આ સાથે બેંકો પણ સરળતાથી લોન મંજૂર કરે છે. તો ચાલો તમને સારો ક્રેડિટ સ્કોર મેળવવાના 5 ફાયદાઓ વિશે જણાવીએ.

તમને જણાવી દઈએ કે જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો તમે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો. જણાવી દઈએ કે ક્રેડિટ સ્કોર દ્વારા એ જાણી શકાય છે કે જો લોન માટે અરજી કરનાર વ્યક્તિએ ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની લોન લીધી છે તો પછી તે સમયસર ચૂકવવામાં આવી છે કે નહીં.

વ્યાજદર પર અસર 
ક્રેડિટ સ્કોર બેંક અથવા નાણાકીય કંપનીને આપવામાં આવતી લોન પરના જોખમની ગણતરી કરવામાં મદદ કરે છે. ક્રેડિટ સ્કોર જેટલો બગડશે, તેટલું જોખમ વધારે છે અને બેંક દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો વ્યાજ દર વધે છે. જો સારો ક્રેડિટ સ્કોર હોય તો બેંક ઓછા વ્યાજ દરે લોન આપે છે.

ખરાબ ક્રેડિટ સ્કોરના કારણે વધારે લોન નથી મળતી 
આ સાથે જ્યારે ક્રેડિટ સ્કોર વધુ સારો હોય છે ત્યારે બેંક અથવા નાણાકીય કંપની લોન લેનારને વધુ લોન મંજૂર કરે છે. કેટલીકવાર ખરાબ ક્રેડિટ સ્કોર હોવાને કારણે જરૂરિયાત મુજબ લોન આપતી નથી. પરંતુ, જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર છે તો તમને સરળતાથી લોન મળી જશે.

ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ 
જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે તો આવી સ્થિતિમાં બેંક અથવા નાણાકીય કંપની તમારી લોન સરળતાથી મંજૂર કરે છે. આ સાથે તે ગ્રાહકની જરૂરિયાત મુજબ લોનની મર્યાદામાં વધારો કરતી રહે છે. આ સાથે ગ્રાહક માટે ક્રેડિટ કાર્ડ મેળવવું પણ સરળ છે.

સારા ક્રેડિટ સ્કોરથી મળે છે પ્રી-અપ્રૂવ્ડ લોનની સુવિધા 
જો ગ્રાહકનો ક્રેડિટ સ્કોર સારો હોય તો બેંકો અથવા નાણાકીય કંપનીઓ તેને પ્રી-અપ્રૂવ્ડ લોનની સુવિધા પણ આપે છે. આ સુવિધા દ્વારા ગ્રાહકને ખબર પડે છે કે જો તે બીજી કાર કે ઘર ખરીદવા માંગે છે તો બેંક તેને કેટલી લોન આપશે.

લોન ટ્રાન્સફર કરવાની સુવિધા 
સારો ક્રેડિટ સ્કોર હોવાને કારણે ગ્રાહકોને લોન ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિએ એક બેંક પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લીધી હોય અને પછીથી તેને સસ્તા દરે બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગે તો જો તેનો ક્રેડિટ સ્કોર સારો હોય તો તેને આ સુવિધા સરળતાથી મળી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ