બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / kl rahul ruled out Rajat patidar will get another chance to prove his game in test cricket

સ્પોર્ટ્સ / IND vs ENG: ચોથી ટેસ્ટમાંથી KL રાહુલ OUT થતા આ ખેલાડીના ભાગ્ય ખુલી ગયા, મળ્યો ખુદને પુરવાર કરવાનો અંતિમ મોકો

Arohi

Last Updated: 08:25 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KL Rahul Ruled Out: KL રાહુલ ઈંગ્લેન્ડના સામે ચોથી ટેસ્ટ મેચથી પણ બહાર થઈ ગયા છે. એવામાં રજત પાટીદારને એક તક મળશે કે તે પોતાને સાબિત કરે કે તે ટેસ્ટ ક્રિકેટમાં લાંબી રેસ દોડી શકે છે.

ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની 23 ફેબ્રુઆરીએ ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં છે. તેનાથી 3 દિવસ પહેલા એટલે કે 20 ફેબ્રુઆરીએ રાત્રે બીસીસીઆઈએ જાણકારી આપી કે જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે અને KL રાહુલ ઈજાનના કારણે હાલ આ મેચનો ભાગ નહીં બની શકે. 

પાંચમી ટેસ્ટ મેચ માટે ટીમનો ભાગ જરૂર છે પરંતુ ફિટનેસ મેળવ્યા બાદ જ તેમને તક મળશે. એવામાં યુવા ખેલાડી રજત પાટીદાર માટે એક સારી ખબર સામે આવી છે કારણ તે તેમને પોતાની કાબિલિયત સાબિત કરવાનો એક મોકો મળવાનો છે. 

બીજી ટેસ્ટમાં મળ્યો હતો ડેબ્યૂનો મોકો 
હકીકતે રજત પાટીદારને KL રાહુલના ઈજાગ્રસ્ત થવાના કારણે બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાનો મોતો મળ્યો હતો. નંબર ચાર પર રમેલા રજત પાટીદાર વિશાખાપટ્ટનમમાં પણ કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યા અને ફરી રાજકોટમાં સપાટ પિચ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમેચમાં પણ રજત પાટીદાર સંઘર્ષ કરતા જોવા મળ્યા. 

ચાર ઈનિંગમાં તે કુલમળીને 46 રન બનાવી શક્યા છે જેમાંથી 32 રન તેમણે એક જ ઈનિંગમાં બનાવ્યા છે. જોકે સારી વાત એ છે કે તેમને હજુ ટીમમાંથી ડ્રોપ નહીં કરવામાં આવે કારણ કે ચોથા ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ નથી તો તેમને વધુ એક તક મળવાની આશા છે. 

રજત પાટીદાર જો ચોથી ટેસ્ટ મેચમાં અને પોતાના કરિયરની ત્રીજી ટેસ્ટ મેચમાં ફેલ થાય તો પછી તેમને પાંચમી ટેસ્ટ મેચથી બહાર થવું પડશે અને બીજી ટેસ્ટ સીરિઝ માટે પણ કદાચ જ તેમને કંસીડર કરવામાં આવશે કારણ કે બીજી જે સીરિઝ હશે તેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ વધારે ફોર્મમાં દેખાય તો ચેતેશ્વર પુજારાની વાપસી થઈ શકે છે. 

વધુ વાંચો: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં આંતકનો ઓછાયો, વિદેશથી મળી મેચ રદ્દ કરવાની ધમકી, રોહિત શર્માનું નામ લીધું

આ સ્થિતિમાં રજત પાટીદાર પોતાની જગ્યા નહીં બચાવી શકે. તેના ઉપરાંત સરફરાઝ ખાને દમદાર પ્રદર્શન પોતાની ડેબ્યૂ મેચમાં કર્યું છે. આ કારણે રજત પાટીદારની જગ્યા પર તલવાર લટકતી જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ