kinnar guru suraiya shobhayatra vidisha mp five crore jewellery worn
VIDEO /
પાંચ કરોડનું સોનું પહેરીને શોભાયાત્રામાં નીકળ્યા કિન્નરોનાં ગુરુ સુરૈયા, જોનારા આંખો ફાડી ફાડીને જોતાં જ રહી ગયા
Team VTV07:11 PM, 25 Dec 21
| Updated: 07:16 PM, 25 Dec 21
મધ્યપ્રદેશના વિદિશામાં કિન્નરોના ગુરુ મનાતા સુરૈયાનો રથ નીકળ્યો હતો. તેમણે શોભાયાત્રામાં 5 કરોડના સોનાના ઘરેણાં પહેરેલા હતા જે જોઈને લોકોની આંખો અંજાઈ ગઈ હતી.
કિન્નરોના ગુરુ મનાતા સુરૈયા શુક્રવારે સોનથી ભરાઈ ગયા હતા. કિન્નરોની શોભાયાત્રામાં તેમણે 10 કિલો સોનું અથવા લગભગ 5 કરોડની કિંમતના ઘરેણા પહેર્યા હતા. તેની સાથે અન્ય ઘણા કિન્નરો પણ અમૂલ્ય ઘરેણાં પહેરેલા જોવા મળ્યા હતા. જ્યાં પણ આ કિન્નર રથ પસાર થયો ત્યાં ત્યાં લોકો તેમને જોતા જ રહી ગયા. Madhya Pradesh માં આ ઘટના vidisha માં બની હતી.
કિન્નરો ભજન અને ડીજેના તાલે નાચતા નાચતા નીકળ્યા હતા. મધ્યપ્રદેશના વિદિશામાં આ શોભાયાત્રાની સુરક્ષામાં બે ડઝન પોલીસકર્મીઓની સાથે અનેક બાઉન્સર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન
નોંધનીય છે કે વિદિશામાં 15 થી 24 ડિસેમ્બર દરમિયાન મંગલમુખી કિન્નર સમાજનું રાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. શહેરના વિનાયક વેકેન્ટ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવારે તેનું સરઘસ પણ નીકળ્યું હતું. સંમેલનમાં દેશના વિવિધ ભાગોમાંથી કિન્નરોએ ભાગ લીધો હતો.
Madhya Pradesh OMG: भोपाल की किन्नरों की गुरु सुरैया ने जब 5 करोड़ का 10 किलो सोना पहना तो देखने वाले देखते ही रह गए. सुरैया बड़े शान बग्घी में सवार हुईं और सुरक्षा घेरे में निकलीं. मौका था विदिशा में आयोजित किन्नरों की शोभायात्रा का. pic.twitter.com/CSi7DJBbG6
આ દરમિયાન ભોપાલના મંગલવારાનાં કિન્નર ગુરુ સુરૈયા શાહી ઠાઠ સાથે બગિ પર સવાર થઈને નીકળ્યા હતા. તેમણે આખા જ શરીરમાં સોનું ધારણ કરેલું હતું. જેની કિંમત લગભગ 5 કરોડ જેટલી હતી. આ સોનું અંદાજે 10 કિલો વજનનું હતું અને તેમણે મુકુટ, સોનાના કડા, ગળામાં હાર અને પગમાં ઘરેણાં પહેરેલા હતા. તેઓની સુરક્ષામાં પોલીસ અને બાઉન્સર્સ પણ તૈનાત હતા.
કલશ યાત્રા પણ નીકળી
બીજી તરફ સાગરની રૂબી મૌસી કારમાં આવ્યા હતા અને તેમણે જે ઘરેણાં પહેરેલા હતા તે તો 100 વર્ષ જૂના હતા. તેમની સાથે સાગરથી જ ગોલુ નાયક કે જેમને 1 કિલોના સોનાના કડા પહેરેલા હતા તે પણ શોભાયાત્રાની સાથે નીકળેલી કળશયાત્રામાં દેખાયા હતા. બે કિન્નર પારંપરિક વેશભૂષામાં સજીને માળા પહેરીને આવ્યા હતા અને તેઓની પાછળ ઘણાબધા લોકો જોડાયા હતા. તેમણે વિશ્વના કલ્યાણ અને લોકોની ખુશીની કામના કરી હતી.