બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અમદાવાદ / Kinjal Dave's first post viral after breaking engagement with Pawan, wrote 'Wherever life takes you...'

દિલની વાત / પવન સાથેની સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવેની પ્રથમ પોસ્ટ વાયરલ, લખ્યું 'જ્યાં પણ લાઇફ તમને....'

Vishal Khamar

Last Updated: 04:25 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ ગત રોજ તેઓએ સૌપ્રથમ ફેસબુક પર તેઓની પહેલી પોસ્ટ શેર કરી હતી. જે પોસ્ટમાં સગાઈ તૂટ્યા બાદ તેઓનાં દિલની વ્યથા વ્યક્ત કરે છે.

  • સગાઈ તૂટ્યા બાદની કિંજલ દવેની પ્રથમ ફેસબુક પોસ્ટ
  • પોસ્ટમાં સગાઈ તૂટ્યા બાદની તેઓનાં દિલની વ્યથા વ્યક્ત કરી
  • પવન જોષીની બહેને કોર્ટ મેરેજ કરી લેતા કિંજલની સગાઈ તૂટી

 ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેએ ગત રોજ તેમના ફેસબુક પેજ પર સગાઈ તૂટ્યા બાદ પ્રથમ પોસ્ટ શેર કરી છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે સૌ કોઈને અચંબામાં મુકી દીધા હતા. તેમજ સગાઈ તૂટવાનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનાં ચગડોળે ચડ્યો હતો. ત્યારે પાંચ વર્ષ પવન જોષી સાથે સગાઈ રહયા બાદ અચાનક સગાઈ તૂટી જતા સૌ કોઈ અચંબામાં મુકાઈ જવા પામ્યા હતા. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી, જેના કારણે સગાઈ તૂટી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

સગાઈ તૂટ્યા બાદ  કિંજલ દવેએ કરી સોશિયલ મીડિયામાં પ્રથમ પોસ્ટ શેર કરી 
કિંજલ દવેની સગાઈ તૂટ્યાના ચાર દિવસ થયા બાદ કિંજલ દવેએ સૌ પ્રથમ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી કરી હતી. ફેસબુક પર શેર કરેલી આ પોસ્ટમાં કિંજલ દવે ઉદાસ ચહેરે હીંચકા પર બેઠેલ જોવા મળે છે. ત્યારે કિંજલ દવેએ પોસ્ટ શેર કર્યા બાદ કેપ્શનમાં લખ્યું હતું કે, " જીંદગી તમને ક્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર "
પવન જોષીની બહેને અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલની સગાઈ તૂટી
ઉત્તર ગુજરાતનાં પાટણનાં નાનકડા ગામ એવા જેસંગપુરાના બ્રાહ્મણ પરિવારમાં કિંજલ દવેનો જન્મ થયો હતો. ત્યારે લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા લોકસાહિત્યનાં કાર્યક્રમોએ કિંજલને પ્રસિદ્ધિ અપાવી હતી. પવન જોષી સાથે કિંજલ અને તેના ભાઈની સગાઈ સાટામાં કરવામાં આવી હતી. ત્યારે કિંજલના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોષીની બહેન સાથે કરવામાં આવી હતી. કિંજલ દવેની સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોષીની બહેને કોર્ટ મેરેજ કરી લેતા કિંજલની સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ