બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kidnapping complaint against former IPS officer BS Jableya's son in Infocity Police Station, Gandhinagar.

ગાંધીનગર / નિવૃત્ત IPS બી.એસ જેબલિયાના પુત્ર વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

Malay

Last Updated: 09:53 AM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પૂર્વ IPS અધિકારી બી એસ જેબલિયાના પુત્ર સામે અપહરણની ફરિયાદ, અમદાવાદના વેપારી દિનેશ રાણાનું અપહરણ કરી અપાઈ હતી ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી.

  • પૂર્વ IPS જેબલિયાના પુત્ર નિરવ સામે ગુનો નોંધાયો
  • નિરવ જેબલિયા સામે અપહરણનો ગુનો નોંધાયો
  • ફરિયાદ પાછી ખેંચવા વેપારીનું કર્યું હતું અપહરણ

નિવૃત IPS અધિકારી બી.એસ જેબલિયાના દિકરા નિરવ જેબલિયાના એકપછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. તેણે પિતાના નામનો દુરઉપયોગ કરીને અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા છે. નિરવ જેબલિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તેની સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં વેપારી દિનેશ રાણાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. 

No photo description available.
નિરવ જેબલિયા

દિનેશ રાણાએ નિરવ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
અમદાવાદના દિનેશ રાણાએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પૂર્વ IPS અધિકારી જેબલિયાના પુત્ર સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. અગાઉ હાઈકોર્ટના નકલી સ્ટે ઓર્ડર મુદ્દે દિનેશ રાણાએ નિરવ જેબલિયા વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પાછી ખેંચવા માટે નિરવ જેબલિયાએ વેપારી દિનેશ રાણાનું અપહરણ કરાવ્યું હતું.  

ફરિયાદ પાછી ખેંચાવા કરાયું હતું અપહરણ
સુરતના વિપુલ મેંદપરા નામના શખ્સે દિનેશ રાણાનું અપહરણ કર્યું હતું, જે બાદ વેપારી દિનેશ રાણાને ગાંધીનગરના એક બંગલામાં ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યાં દિનશભાઈને નિરવ જેબલિયા વિરુદ્ધ સ્ટે ઓર્ડર મામલે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી. જે બાદ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ફરિયાદ પાછી ખેંચાવી લીધી હતી. જેને લઇને વેપારી દિનેશ રાણાએ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નિરવ જેબલિયા વિરુદ્ધ શું છે કેસ?
નિરવ જેબલિયા નિવૃત્ત IPS અધિકારી બી.એસ જેબલિયાનો દિકરો છે. નિરવ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર બનાવી આપ્યો હતો. નિરવે ડ્રગ્સના આરોપી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા પાછા ન આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નિરવ વિરૂદ્વ ગુનો નોંધાયો હતો.

એકવાર ફરી મમતા થઇ શર્મસાર, અમદાવાદમાં બ્રિજના ફૂટપાથ પરથી મળી આવ્યું ત્યજી  દેવાયેલું 3 વર્ષનું બાળક | 3 year old child was abandoned on the footpath  of bridge in Ahmedabad
ફાઈલ ફોટો

અગાઉ બનાવ્યો હતો કૃષિ વિભાગનો બોગસ નિમણૂંક હુકમ
નિરવ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.40 લાખની છેતરપિંડી અને નાયબ નિયામક કૃષિ વિભાગનો બોગસ નિમણૂંક હુકમ બનાવ્યાનો ગુનો નોંધાયો હતો. સરકારી જમીન ભાડા પટ્ટે આપાવવાનું કહી રૂ. 40 લાખ પડાવી કામ નહીં થતા નિરવ જેબલીયાએ સુરતના બિલ્ડરને ગુજરાત એગ્રો ઇન્ડેસ્ટ્રીઝ કોર્પોરેશનના ઉપાધ્યાક્ષ પદે નિમણૂંક કરાવી છે તેવો બોગસ લેટર પધરાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ