બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Khalistanis In Canada, creating nuisance during Navratri, Hindus were threatened outside the temple

Canada / ખાલિસ્તાનીઓને હવે ગરબાથી પણ વાંધો: કેનેડામાં નવરાત્રીમાં મચાવી રહ્યા છે ઉપદ્રવ, મંદિરની બહાર હિન્દુઓને ધમકાવ્યા

Megha

Last Updated: 11:09 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે તો બીજી તરફ ખાલિસ્તાન તરફી તત્વોની ગતિવિધિઓ વધવા લાગી છે.

  • કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી
  • કેનેડામાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર પાસે ખાલિસ્તાનીઓએ ઉપદ્રવ મચાવ્યો
  • ખાલિસ્તાનીઓ 21 ઓક્ટોબરે કેનેડામાં 'કીલ ઈન્ડિયા' કાર રેલી કાઢે તેવા અહેવાલ 

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે તેમના દેશના હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર પાસે ખાલિસ્તાનીઓએ ઉપદ્રવ મચાવ્યો હતો. 

લક્ષ્મી નારાયણ મંદિર પાસે ખલિસ્તાનીઓએ ઉપદ્રવ મચાવ્યો
વાત એમ છે કે રવિવારે સાંજે ખાલિસ્તાનીઓના વાહનોનો કાફલો અહીંથી પસાર થયો હતો, જેના પર અલગતાવાદી નેતાઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મંદિરમાં હાજર લોકોએ કહ્યું કે આ ઘટનાને ડરામણી હતી. 

21 ઓક્ટોબરે કાઢશે 'કીલ ઈન્ડિયા' કાર રેલી
સાથે જ જાણકારી મળી છે જે ખાલિસ્તાનીઓ 21 ઓક્ટોબરે કેનેડામાં 'કીલ ઈન્ડિયા' કાર રેલી કાઢવાના છે, જે વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે સમાપ્ત થશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ રેલીનું નેતૃત્વ ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જર કરતો હતો પણ 18 જૂને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. 

29 ઓક્ટોબરે કેનેડાના સરેમાં જનમત યોજવાના પણ અહેવાલ  
આ સિવાય 29 ઓક્ટોબરે આ ખાલિસ્તાનીઓ સરેમાં જનમત યોજવાના પણ અહેવાલ છે. આ અંગે પ્રચાર કરતાં દરમિયાન એમને વાહનો પર નિજ્જર અને ભિંડરાવાલેના પોસ્ટર લગાવ્યા હતા. નોંધનીય છે કે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં ભિંડરાનવાલેની હત્યા કરવામાં આવી હતી.

આ મંદિર બે વખત ખાલિસ્તાનીઓના નિશાના હેઠળ આવ્યું છે
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં સરે મંદિર બે વખત ખાલિસ્તાની તત્વોના નિશાના હેઠળ આવ્યું છે. તેના ગેટ અને દિવાલો પર ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવતા પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. જો કે બાદમાં આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

એવામાં હવે કેનેડામાં નવરાત્રિ દરમિયાન ખાલિસ્તાનીઓએ મંદિરની બહાર એવા સમયે ઉપદ્રવ મચાવ્યો છે જ્યારે કેનેડિયન પીએમનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. ટ્રુડોએ ભારતીયોને નવરાત્રીની શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે 'હેપ્પી નવરાત્રી!હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ