બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Khalistanis attack Swaminarayan temple in Australia

નિંદનીય / ઑસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાનીઓનો હુમલો, દીવાલો પર લખ્યા ભારત વિરોધી લખાણ

Priyakant

Last Updated: 02:15 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા

  • ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ સ્વામિનારાયણ મંદિર પર કર્યો હુમલો
  • મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યો ખાલિસ્તાન સમર્થકોએ હુમલો 
  • સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા 

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી ચિત્રો બનાવ્યા હતા. મેલબોર્નમાં જે મંદિર પર હુમલો થયો છે તેનું નામ BAPS સ્વામિનારાયણ મંદિર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેલબોર્નના મિલ પાર્કમાં આવેલા મુખ્ય હિંદુ મંદિરોમાંના એક સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર "હિન્દુસ્તાન મુર્દાબાદ" ના નારા લખવામાં આવ્યા હતા.

BAPS સ્વામિનારાયણ મંદિરે શું કહ્યું? 
હુમલાની નિંદા કરતા BAPS સ્વામિનારાયણ મંદિરે જણાવ્યું હતું કે, અમે આ તોડફોડ અને નફરતથી ભરેલા હુમલાઓથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છીએ. અમે શાંતિ અને સૌહાર્દની પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં વિગતવાર નિવેદન જાહેર કરીશું. આ સાથે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાન જૂથે એક ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. મહત્વનું છે કે, ભિંડરાનવાલે ખાલિસ્તાની શીખ રાજ્યના વ્યાપક સમર્થક છે, જે ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતા.

હરિ ભક્તોને શાંતિ જાળવવા અપીલ 
ખાલિસ્તાની સમર્થકોએ મંદિરમાં તોડફોડ પણ કરી હોવાનો આરોપ છે ત્યારે મંદિર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે સમગ્ર ઘટના મામલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજે શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી છે તથા હરિભક્તોને પણ શાંતિ જાળવવા અપીલ કરી છે.

સાંસદ ઇવાન મુલહોલેન્ડે ઘટનાને વખોડી  
નોર્ધન મેટ્રોપોલિટન રિજન માટે લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે કહ્યું કે, મંદિરની આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિંદુ સમુદાયને ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ ખલેલ પહોંચાડે છે. અમિત સરવાલ નામના પત્રકારે જણાવ્યું હતું કે, મેલબોર્નમાં રહેતા હિન્દુ સમુદાયે પોલીસ અને સાંસદો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. અહીંના સાંસ્કૃતિક મંત્રી પણ તે સ્થળના છે જ્યાં આ ઘટના બની હતી. ગયા વર્ષથી બધુ જ ચાલી રહ્યું છે. કેરળ હિન્દુ એસોસિએશને ઘટનાની નિંદા કરી છે. 

અગાઉ કેનેડામાં બની હતી ઘટના 
કેનેડાના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિરની દિવાલોમાં 2022ના સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યા બદમાશોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તોડફોડ કરી હતી. કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી અને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા કેનેડિયન સત્તાવાળાઓ સાથે મુદ્દો ઉઠાવયપો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ