બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Khalistani Khanda's death: Mastermind behind desecration of Indian tiranga in London

BIG NEWS / ખાલિસ્તાની ખાંડાનું મોત: લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરવામાં હતો માસ્ટરમાઇન્ડ, અમૃતપાલ સાથે હતા કનેક્શન

Priyakant

Last Updated: 12:45 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Death of Avatar Singh Khanda News: ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની કરવામાં આવી હતી ધરપકડ, લંડનની હોસ્પિટલમાં નિધન

  • લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરનાર ખાલિસ્તાની ખાંડાનું મોત
  • અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં નિધન
  • સમર્થકોએ ઝેર પીધું હોવાની અને બ્લડ કેન્સરથી પીડિત હોવાની ચર્ચા 

લંડનમાં ભારતીય તીરંગાનું અપમાન કરવામાં માસ્ટરમાઇન્ડ ખાલિસ્તાની ખાંડાનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (KLF)ને મોટો આંચકો લાગ્યો છે. બ્રિટનમાં KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં નિધન થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો હતો.

KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડા બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો. આ ખંડાએ વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરી હતી. બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ કરવામાં આવી હતી. ખંડા વિશે એવું કહેવાય છે કે, પંજાબમાં અમૃતપાસ સિંહને ઊભા કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મૃત્યુ
સૂત્રોના જણાવ્યા અનુસાર, KLF ચીફ અવતાર સિંહ ખાંડાનું લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુનું કારણ તેમના નજીકના સંબંધીઓ દ્વારા ઝેર પીધું હોવાનું અપાઈ રહ્યું છે. પરંતુ માહિતી એ છે કે અવતાર સિંહ ખાંડા બ્લડ કેન્સરથી પીડિત હતો, જે પછી તેમના શરીરમાં ઝેર ફેલાવાની આશંકા છે. વ્યક્ત કરવામાં આવી હતી. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. 

આખો પરિવાર ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલો
અવતાર સિંહ ખાંડા પર પંજાબમાં પોતાના સ્લીપર સેલની મદદથી અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરવાનો આરોપ હતો. ખાંડાનો આખો પરિવાર ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલો છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે બ્રિટિશ સરકારને કેટલાક શંકાસ્પદ ખાલિસ્તાની નેતાઓની યાદી સોંપી હતી, જેમાં ખંડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમૃતપાલ સિંહની ધરપકડ પહેલા અવતાર સિંહ ખાંડાએ પણ તેની પત્ની કિરણદીર કૌરને લંડન ભાગી જવાની યોજના બનાવી હતી. જ્યારે પોલીસને તેની જાણ થઈ અને કૌરને તે ફ્લાઈટમાં ચઢે તે પહેલાં જ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ