બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Khadaraj in Ahmedabad before monsoon: 6 feet wide and 10 feet deep landslide near Valinath Chowk, questions on pre-monsoon operati

શું આ છે વિકાસ? / ચોમાસા પહેલા જ અમદાવાદમાં ખાડારાજ: વાળીનાથ ચોક નજીક પડ્યો 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો, પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ

Vishal Khamar

Last Updated: 05:43 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વાળીનાથ ચોક પાસે 15 દિવસ પહેલા પડેલ ભુવાને લાખો રૂપિયાનાં ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરવામાં આવ્યો હતો. ત્યારે જે જ જગ્યાએ ફરી મસમોટો ભુવો પડતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

  • અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
  • અમદાવાદમાં વાળીનાથ ચોક પાસે રોડ બેસી ગયો
  • ભૂવો પડ્યા બાદ તંત્રએ 5 લાખના ખર્ચે કર્યું હતું પુરાણ

અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિ-મોન્સૂન કામગીરી કરે છે. મનપા શહેરના વિવિધ વિસ્તારમાં આ કામગીરી કરી છે. આમ છતાં અનેક વખત પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ સવાલો ઉભા થાય છે, ત્યારે ફરી એક વખત પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયો છે. અમદાવાદના વાળીનાથ ચોક પાસે રોડ બેસી જવાની ઘટના બની છે. 
મનપાએ 5 લાખનો ખર્ચ કરીને ભૂવાનું પુરાણ કર્યું
19 મેએ આ જગ્યાએ 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. જેથી મનપાએ 5 લાખનો ખર્ચ કરીને ભૂવાનું પુરાણ કર્યું હતું. આમ છતાં આ જગ્યાએ રોડ બેસી ગયો છે. જેથી મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. મનપાની આ કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે, મનપા સારી કામગીરી કરતું નથી. જેથી જનતાના ટેક્સના રૂપિયાનો વારંવાર બગાડ થઈ રહ્યો છે.

15 દિવસ પહેલા રીપેર કરેલ રોડે AMC ની પોલ ખોલી
ભૂવો રિપેર કર્યા ના બે દિવસ માં જ રોડ  બેસી ગયો અને અમદાવાદ મહાનગર પાલિકા ની ફરી પોલ ખુલી ગઈ છે. વાળીનાથ ચોક પાસે પડેલ ભૂવો 15 દિવસ રિપેર કર્યો પરંતુ નબળી કામગીરીએ  તંત્ર ની પોલ ખોલી નાખી છે. પહેલા વરસાદમાં જ વાળીનાથ ચોક પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. તંત્ર દ્વારા રોડ બનાવ્યાના બીજા જ દિવસે રોડ બેસી જતા ટ્રક ફસાઈ હતી. 

સતીષભાઈ શાહ (સ્થાનિક)

AMC ની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ
AMC દ્વારા રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેર કરાયેલ ભુવાના રોડ ટુંક જ સમયમાં બેસી જતા કામગીરી પર સવાલ ઉઠયા છે. સ્થાનિકોમાં મનપાની કામગીરી ને લઈ રોષ પણ જોવા મળ્યો છે. સ્થાનિકો એ જણાવ્યું હતું કે જો સારી કામગીરી કરી હોત તો ફરી રોડ માં બેસતો. સાંજે ટ્રાફિક થાય છે , જો સારી કામગીરી કરે તો ટેક્ષ ના પૈસા નો વ્યય ના થાય . 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ