બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ketu gochar 2023 date ketu enter in chitra nakshatra negative effects on 5 zodiac

Ketu Gochar 2023 / કેતુનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થતા આ 5 રાશિના જાતકો રહે સાવધાન! જીવનમાં આવી શકે છે મુશ્કેલી

Manisha Jogi

Last Updated: 09:08 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાપ ગ્રહ કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર થયું છે. આ કારણોસર 5 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આરોગ્ય, પગાર, આવક તથા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.

  • ગ્રહ કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર
  • 5 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર
  • આરોગ્ય, પગાર, આવક પર નકારાત્મક અસર થવાની સંભાવના

26 જૂનના રોજ સાંજે 06:13 વાગ્યે પાપ ગ્રહ કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર થયું છે.  આ કારણોસર 5 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આરોગ્ય, પગાર, આવક તથા સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. રાહુ અને કેતુનું નિર્માણ રાક્ષસથી થયું હોવાને કારણે તેને પાપ ગ્રહ માનવામાં આવે છે, અને તેણે છળ કપટથી અમૃત ગ્રહણ કર્યું હતું. હરિ વિષ્ણુએ તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ અમૃતની અસરના કારણે માથુ અને ધડ જીવિત હતું. શરીરના આ બંને હિસ્સાને રાહુ અને કેતુ તરીકે ઓળખવામાં આવે છે. 7 ગ્રહમાં આ બે ગ્રહ ઉમેરાતા 9 ગ્રહ બન્યા. અનેક વાર રાહુ અને કેતુ શુભ ફળ પણ પ્રદાન કરે છે, તો ક્યારે અશુભ ફળ પ્રદાન કરે છે. કેતુનું ચિત્રા નક્ષત્રમાં ગોચર થવાથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું-
મિથુન- કેતુનુ ચિત્રા નક્ષત્રમાં ગોચર થવાને કારણે આ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મન એકાગ્ર નહીં રહે અને સફળતા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે, જેના કારણે લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે. પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ના ઉતરવું, વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો. 

કર્ક- આ રાશિના જાતકોના ઘરમાં કલેશની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. શુક્ર સાથે કેતુની નકારાત્મક અસર જોવા મળી શકે છે. શુક્ર સાથે કેતુની નકારાત્મક અસર જોવા મળી શકે છે. માતાની તબિયત બગડી શકે છે, જેથી તેમનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.

કન્યા- આ રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો અને કડવી બોલીના કારણે સંબંધો પર નકારાત્મક અસર થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કેતુના કારણે સ્વજનોથી અલગ થવું પડી શકે છે, આવકનો સ્ત્રોત અવરોધાઈ શકે છે. જેના કારણે તણાવ સર્જાઈ શકે છે. આ દરમિયાન સમજી વિચારીને રોકાણ કરવાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે. 

મકર- જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમના નફામાં ઘટાડો થઈ શકે છે. નવી યોજનાઓને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવાની રહેશે. બિઝનેસમાં અનેક પડકારનો સામનો કરવો પડી શકે છે, તણાવનો સામનો કરવો પડી શકે છે. નિયમ અને કાયદાને ધ્યાનમાં રાખીને કામ કરવું, નહીંતર પરેશાન થઈ શકો છો. 

મીન- આરોગ્ય બાબતે પરેશાની આવી શકે છે. સાવધાની પૂર્વક વાહન ચલાવવું. આગના કારણે જોખમ આવવાની સંભાવના છે. જૂની બિમારીને કારણે પરેશાન થઈ શકો છો. કામમાં ગોપનીયતા રાખવી, કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ