બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Kejriwal called people of Gujarat Kans people of the state are good CR Patil

પ્રતિક્રિયા / ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા, રાજ્યના લોકો સારા છે નહીં તો પ્રવેશબંધી કરી દે: સી.આર.પાટીલ

Kishor

Last Updated: 08:26 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હોવાનું જણાવી સી.આર. પાટીલે કેજરીવાલના કંસના વંશજો મુદ્દેના નિવેદનને લઇને પ્રતિક્રિયા આપી હતી.

  • કેજરીવાલના કંસના વંશજો મુદ્દે સી.આર. પાટીલની પ્રતિક્રિયા 
  • કેજરીવાલે પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઇએ : પાટીલ
  • કેજરીવાલની જેમ ખોટું બોલવાવાળા વ્યક્તિને મે જોયો નથી-પાટીલ

કેજરીવાલના કંસના વંશજો મુદ્દે સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના જવાબદાર પદ પર હોવા છતાં કેજરીવાલ બેફામ ખોટુ બોલી રહ્યા છે. તેમણે પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઇએ. તેમ ઉમેરી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કેજરીવાલ જેવુ ખોટું બોલવાવાળા વ્યક્તિને મે આજ સુધી જોયો નથી. 

ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા : સી.આર.પાટીલ
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે જે  રીતે કેજરીવાલ ખોટું બોલી રહ્યાએ જોતા એમના વિષે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે કેજરીવાલે કીધું હતું કે તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968માં થયો હતો. જ્યારે 15 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી. તો તેમને ખોટુ બોલવીની શું જરૂર પડી તે સમજવું મુશ્કેલ છે. વધુમાં ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા. આ તો ગુજરાતના લોકો સારા છે નહીં તો ગુજરાતના લોકોને કંસ કહેવું અને વોટ માંગવા આવવું ગુજરાતમાં સંભવ છે. ગુજરાતની જનતા સજ્જનતા છે બાકી બીજા કોઇ રાજ્યમાં આવું કહે તો લોકો રાજ્યમાં ઘુસવા પણ ન દે. તેમ અંતમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું. 

હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું
આ ઉપરાંત એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય  છે. જેમાં કોઈ નવાઈની વાત નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. જે  સૌ લોકો જાણે જ છે. પરંતુ ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ