બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Keeping in mind the World Cup, CP issued a notification not to pass through this road in Ahmedabad for these 5 days.

જાહેરનામુ / આ 5 દિવસ અમદાવાદના આ રસ્તા પરથી પસાર ન થતા, વર્લ્ડકપને ધ્યાને લેતા CPએ બહાર પાડ્યું જાહેરનામું

Vishal Khamar

Last Updated: 02:39 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિંગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રી 12 વાગ્યા સુધી અમુક રૂટને ડાયવર્ટ કરાયા છે.

  • અમદાવાદમા ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈ પોલીસ કમિશનર જાહેરનામું
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિંગ પ્લોટ રહેશે
  • સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટને ડાયવર્ટ કરાયા

અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે. ત્યારે 5 અને 14 ઓક્ટોબર, 4,10,19 નવેમ્બરની વર્લ્ડ કપ મેચ રમાશે. ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. 

વર્લ્ડ કપને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું
આ બાબતે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે. આજે મેચો રમાવા જઈ રહી છે.  જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈજનપથ થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થી મોટેરા ટી  સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આવતીકાલની મેચ સહિત તમામ મેચો માટે લાગુ પડશે.  ત્યારે વૈકલ્પિક રસ્તા માટે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. 

ટ્રાફિક ન સર્જાય તે માટે શો માય પાર્કીંગ દ્વારા પાર્કીંગ બુક કરી લેવું
ટ્રાફિક ન થાય તે માટે 15 જેટલા પ્લોટો છે. જેમાંથી ચાર ટુ વ્હીલર માટેનાં છે.  તેમજ 11 ફોર વ્હીલર માટેનાં પાર્કિગ પ્લોટો છે. આ જે પાર્કીગ પ્લોટ છે. તે શો માય પાર્કીંગ દ્વારા ગુગલ પર સર્ચ કરી અને પોતાનો પાર્કીગ સ્લોટ બુક કરાવી શકશે. તેમજ એએમટીએસ, બીઆરટીએસ તેમજ મેટ્રો દ્વારા પણ ટ્રેનો વધારી દેવામાં આવી છે.  માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. 

નીતા દેસાઈ (DCP,ટ્રાફિક વિભાગ)

કેટલો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે
તેમજ મેચ વખતે એડીશનલ પોલીસ કમિશ્નર,  3 ડીસીપી, 4 એસીપી સહિત 1250 જેટલા ટ્રાફિકનાં  અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.  તેમજ જે લોકો મેચ જોવા આવે છે તે લોકો પોતાનું પાર્કીંગ પાર્કીંગ પ્લોટોમાં જ કરે. તેમજ આડા અવળા વાહનો પાર્ક ન કરે.  ત્યારે લોકો પાર્કિંગ પ્લોટમાં જ તેઓનું વાહન પાર્ક કરવું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ