હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેદારઘાટીમાં આગામી 3- 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ આ પગલું ઉઠાવ્યું છે.
કેદારનાથમાં 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના
કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકી દેવામાં આવ્યું
કેદારનાથમાં આવનાર આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કેદારઘાટીમાં હવામાન બગડવાની સંભાવનાને જોતા સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Kedarnath Yatra: Registration of pilgrims stopped till May 8
ઉત્તરાખંડ પર્યટન વિભાગના રેકોર્ડ અનુસાર 10 મેના રોજ યાત્રા માટે 1.26 લાખ યાત્રાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ગુરુવારે બપોરે ભૈરોન ખાતે ગ્લેશિયરનો ટુકડો તૂટી પડતા કેદારનાથ ધામ યાત્રાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે પગપાળા યાત્રા કરતા યાત્રિકો માટે તેને ખોલવામાં આવ્યું છે.
બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું
આજે સવારે સમાચાર સામે આવ્યા હતા કે બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વહીવટી તંત્રએ બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે. બદ્રીનાથ હાઈવે પર હેલંગમા ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો વીડિયો પણ વાયરલ થયો છે. પહાડીના ભૂસ્ખલન કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
#WATCH | Uttarakhand: Badrinath National Highway blocked near Helang village in Chamoli district due to heavy debris coming down from a hill. pic.twitter.com/hjOuRtpIAH
રસ્તો ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવાશેઃ સીઓ કર્ણપ્રયાગ અમિત કુમાર
હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ યાત્રાને રોકી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રસ્તામાં હજારો મુસાફરો ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્રએ માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, "હેલાંગમાં બદ્રીનાથ માર્ગના ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે."