બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Karni Sena President Surajpal Ammu threatened on social media by Lawrence Bishnoi henchmen

મોટા સમાચાર / તાઉ તને ઉઠાવી લઈશું... RIP ઈન એડવાન્સ...: સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ વધુ એક રાજપૂત આગેવાનને ધમકી

Parth

Last Updated: 10:01 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ કરણી સેનાના આગેવાન અમ્મૂને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.

  • ગોગામેડીની હત્યા બાદ વધુ એક આગેવાનને ધમકી 
  • કહ્યું, તને ઉઠાવી લઈશું અને ખબર પણ નહીં પડે 
  • જવાબમાં કરણી સેના આગેવાને કહ્યું, હું ડરતો નથી 

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. લોરેન્સ ગેંગના કથિત ગુંડાઓએ આ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે લોરેન્સ ગેંગને ગાળો આપીને ખોટું કરી દીધું છે, હવે તારો વારો છે, 'RIP IN ADVANCE'. તાઉ તુઝે ઉઠા લેંગે, પતા ભી નહીં ચલેગા. 

સૂરજપાલ અમ્મૂ આ ધમકીના જવાબમાં કહ્યું કે, હું મા કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી . અમે મુઘલ અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા લરયા હતા. તાઉ નહીં, થારા ફુફા હું, ડરને વાલા નહીં. 

અમ્મૂએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા ગેંગસ્ટર્સ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત રેડ કરીને આ લોકોને પકડી રહી છે. હેરાની વાત એ છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને ગોગામેડીની હત્યા અંગે ચેતવણી આપી હતી, તેમ છતાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા આપવામાં આવી નહીં, જે રાજકીય ષડયંત્ર તરફ ઈશારો કરે છે. 

નોંધનીય છે કે રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે હત્યારાઓના નામ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી જણાવ્યું છે. હાલ તો બંને ફરાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Karni Sena Lawrence Bishnoi Sukhdev Singh Gogamedi Surajpal Ammu સુખદેવ સિંહ ગોગામેડી સૂરજપાલ અમ્મૂ karni sena
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ