બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Karni sena adhyaksh sukhdev singh killer naveen shekhavat encounter

BIG BREAKING / કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનાર એક આરોપીનું એન્કાઉન્ટર, નવીન શેખાવત ઠાર

Vaidehi

Last Updated: 08:53 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવસિંહનાં મર્ડર બાદ 2 આરોપીઓ ફરાર અને એક આરોપીનું પોલીસ સાથેની અથડામણ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

  • રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષનું મર્ડર
  • ઘરમાં બેઠાં હતાં ત્યારે આરોપીઓએ કર્યો ગોળીબાર
  • 3 આરોપીઓ ફરાર જ્યારે એકનું એન્કાઉંટર

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જે બાદ હત્યા કરનારા એક આરોપી નવીન શેખાવતની પણ જયપુરમાં હત્યા કરી દેવામાં આવી 2 હુમલાવર સ્કૂટર પર ફરાર થઈ ગયાં છે. પોલીસે જણાવ્યું કે સુખદેવનાં આરોપીની ઓળખ થઈ હતી. જે બાદ આરોપી સાથેની અથડામણ વચ્ચે આરોપી નવીન શેખાવતનું મૃત્યુ નિપજ્યું છે.

સંપૂર્ણ ઘટના CCTVમાં કેદ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનાં મર્ડરની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે સોફા પર બેઠેલા સુખદેવ સિંહને કેવી રીતે આરોપીઓએ ગોળી મારી દીધી અને એ બાદ ફરાર થઈ ગયાં. 

લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ
જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં નામચીન લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ છે. કારણ કે બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ સુખદેવ સિંહને હત્યાની ધમકી આપ હતી તેથી તેણે હત્યા કરાવી હોવાનો પોલીસને શક છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસને અંતે સાચું ખોટું બહાર આવશે. 

10 મીનિટ સુધી વાતચીત કરી...

પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે કહ્યું કે, ત્રણ લોકો આવ્યાં હતાં અને તેમણે સુખદેવ સિંહને મળવા મળવા માટે કહ્યું હતું. પરવાનગી મળ્યાં બાદ તેઓ અંદર ગયાં અને સુખદેવ સિંહ સાથે આશરે 10 મિનીટ સુધી વાતચીત કરી. આ બાદ અચાનક સુખદેવ સિંહ પર ફાયરિંક શરૂ કરી દીધી.  

8:30 PM લેટેસ્ટ અપડેટ

જો કે હત્યાકાંડમાં સામે આવેલી નવી માહિતી પ્રમાણે ગોગામેડીની હત્યા બાદ નવીન શેખાવતને પણ ગોળી મરાઈ હતી. સુખદેવ સિંહ ગોગામેડી રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. ગોગામેડીની હત્યા બાદ કથિત રીતે જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોને લાવનાર નવીન અગાઉ ગોગામેડીનો ગનર હતો. તે હુમલાખોરોને ગોગામેડીને મળવા માટે તેમના ઘરે લાવ્યો હતો. હત્યા પહેલા ગોગામેડીએ હુમલાખોરોને નાસ્તો આપ્યો હતો. પહેલા ગોગામેડીને ગોળી માર્યા બાદ તે હુમલાખોરોએ નવીન સિંહ શેખાવતની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પરથી એવું માનવામાં આવે છે કે હત્યારાઓ કોઇ બીજાના ઇશારે હત્યા કરવા આવ્યા હતા, તેમણે નવીનને પ્યાદું બનાવીને આ હત્યાને અંજામ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ