બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Karan Suchak Laxman of Siya Ke Ram show, embarrassed after seeing 'Adipurush', appealed not to watch the film

પ્રતિક્રિયા / 'જેવી ફિલ્મ પૂરી થઇ, લોકો શરમના મારે એકબીજા સામે...', 'આદિપુરૂષ' જોઇ 'સિયા કે રામ'ના લક્ષ્મણ થયા લાલઘૂમ

Megha

Last Updated: 03:43 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી શો 'સિયા કે રામ'માં લક્ષ્મણનું પાત્ર ભજવતા કરણ સુચકે પણ ફિલ્મની 'આદિપુરુષ'ની ટીકા કરી હતી. આટલું જ નહીં પણ તેને દર્શકોને આ ફિલ્મ ન જોવાની પણ અપીલ કરી હતી.

  • હવે સેલેબ્સ પણ 'આદિપુરુષ'ની ટીકા કરી રહ્યા છે
  • ફિલ્મ બાદ શરમને કારણે લોકો નજર પણ નહતા મેળવી શકતા હતા 
  • સીતા-રામની વાર્તા જોવા માંગતા હોય તો આ ફિલ્મ ના જોશો

ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. એમ છતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીર ટીકાનો સામનો કરી રહ્યા છે. 

એવામાં માત્ર દર્શકો જ નહીં પણ હવે સેલેબ્સ પણ 'આદિપુરુષ'ની ટીકા કરી રહ્યા છે. વાત એમ છે કે ટીવી શો 'સિયા કે રામ'માં લક્ષ્મણનું પાત્ર ભજવતા કરણ સુચકે પણ ફિલ્મની 'આદિપુરુષ'ની ટીકા કરી હતી. આટલું જ નહીં પણ તેને દર્શકોને આ ફિલ્મ ન જોવાની પણ અપીલ કરી હતી.

ફિલ્મ બાદ શરમને કારણે લોકો નજર પણ નહતા મેળવી શકતા હતા 
આદિપુરુષ પર પોતાનો પક્ષ રાખતા કરણ સુચકે કહ્યું, “હું  પરિવારને સાથે લઈ ગયો હતો. વિચાર્યું કે કંઈક સારું જોવા મળશે, શીખવા મળશે. ધર્મની ખૂબ નજીક હોય એવી ફિલ્મ બને છે ત્યારે આપણને ગર્વની લાગણી થાય છે. અમને લાગે છે કે શું અદ્ભુત વસ્તુ બતાવવામાં આવી, કેટલું શીખવા મળ્યું. પરંતુ ફિલ્મ પૂરી થતાં જ અહીં મેં જોયું કે લોકો શરમને કારણે એકબીજા સાથે નજર પણ નહતા મેળવી શકતા હતા અને નીચું જોઇને બધા બસ બહાર નીકળી રહ્યા હતા. આટલા મહાન કલાકાર હોવા છતાં 'આદિપુરુષ' નિષ્ફળ ફિલ્મ છે. '

સીતા-રામની વાર્તા જોવા માંગતા હોય તો આ ફિલ્મ ના જોશો
તેણે કહ્યું, 'આપણી પાસે દુનિયાને બતાવવાની મોટી તક હતી પણ બધું બરબાદ થઈ ગયું. હું આશા રાખું છું કે ભવિષ્યમાં જો આવી કોઈ ફિલ્મ બનાવવામાં આવશે તો તે આપણી અપેક્ષાઓ પર ખરી ઉતરશે. એ વાર્તામાં જે આત્મા છે એ ફિલ્મમાં દેખાતી નહતી. લોકોને અપીલ કરતાં એમને કહ્યું કે 'જો તેઓ સીતા-રામની વાર્તા જોવા માંગતા હોય તો ઓનલાઈન જઈને જુઓ, ઘણા ટીવી શો છે, તેમને શરૂઆતથી અંત સુધી જુઓ પણ આ ફિલ્મ ના જોશો.'

પહેલા દિવસથી ફિલ્મની થઈ રહી છે ટીકા
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ને જોવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રામાયણની કહાની પર આધારિત આ ફિલ્મના ડાયલોગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા હતા. રામાયણની કહાની દર્શાવતી ફિલ્મના ઘણા ડાયલોગ્સ આજની સામાન્ય ભાષામાં હતા, જેના કારણે પહેલા દિવસથી જ આ ફિલ્મની ખૂબ જ ટીકા થઈ છે.  સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું રિએક્શન ફિલ્મને લઈને ખરાબ છે. લોકો ફિલ્મ મેકર્સ પર ગુસ્સો ઉતારી રહ્યા છે. ત્યારે હવે મનોજ મુન્તશીરે કહ્યું છે કે 'આ અઠવાડિયે ફિલ્મના વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલવામાં આવશે અને તેને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ